Bank Holidays in March 2025: માર્ચ મહિનામાં આટલા દિવસ બેન્કો બંધ રહેશે, આ રહી રજાઓની યાદી


Bank Holidays in March 2025: બે દિવસ બાદ શનિવારથી માર્ચ મહિનો શરુ થઈ જશે. માર્ચમાં દેશના અલગ અલગ શહેરોમાં શનિવાર અને રવિવાર ઉપરાંત કૂલ 8 દિવસ બેન્ક બંધ રહેશે. તો આવો જાણીએ માર્ચમાં કયા કયા તહેવારો આવી રહ્યા છે. આ ઉપરાંત અમુક સ્થાનિક તહેવારોના કારણે પણ બેન્કો બંધ રહેશે. જ્યાં દેશભરમાં 14 માર્ચના રોજ હોળીની રજા રહેશે તો વળી 31 માર્ચના રોજ દેશના મોટા ભાગના શહેરોમાં ઈદના કારણે બેન્કો બંધ રહેશે.
શનિવાર-રવિવારની સહિતની કૂલ રજાઓ
દેશભરની તમામ બેન્કો 8 અને 22 માર્ચના રોજ બંધ રહેશે. 8 માર્ચના રોજ મહિનાનો બીજો શનિવાર આવશે, તો 22 માર્ચે મહિનાનો ચોથો શનિવાર આવશે. આ ઉપરાંત 2, 9, 16, 23 અને 30 માર્ચના રોજ રવિવારના કારણે આખા દેશની બેન્કો બંધ રહેશે. માર્ચમાં 2 શનિવાર અને 5 રવિવારની કૂલ 7 રજાઓ રહેશે.
- ૭ માર્ચે ચાપચર કુટ નિમિત્તે મિઝોરમમાં બધી બેંકો બંધ રહેશે.
- ૧૩ માર્ચે હોળીકા દહન અને અટ્ટુકલ પોંગલ નિમિત્તે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને કેરળમાં બધી બેંકો બંધ રહેશે.
- ૧૪ માર્ચે હોળીના મોટા તહેવારને કારણે, ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મણિપુર, કેરળ અને નાગાલેન્ડ સિવાય દેશની બધી બેંકો બંધ રહેશે.
- ૧૫ માર્ચે હોળી અને યાઓશાંગ તહેવાર નિમિત્તે ત્રિપુરા, ઓડિશા, મણિપુર અને બિહારમાં બધી બેંકો બંધ રહેશે.
- ૨૨ માર્ચે બિહાર દિવસ નિમિત્તે બિહારની બધી બેંકો બંધ રહેશે.
- ૨૭ માર્ચે શબ-એ-કદર નિમિત્તે જમ્મુ અને કાશ્મીરમાં બધી બેંકો બંધ રહેશે.
- ૨૮ માર્ચે જુમાત-ઉલ-વિદા નિમિત્તે જમ્મુ અને કાશ્મીરમાં બધી બેંકો બંધ રહેશે.
- ૩૧ માર્ચે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર, મિઝોરમ અને હિમાચલ પ્રદેશ સિવાય દેશભરની બધી બેંકો બંધ રહેશે.
- અહીં ઉલ્લેખનિય છે કે, બિહારમાં ૧૪, ૧૫ અને ૧૬ માર્ચે સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં 27, 28, 30 અને 31 માર્ચે બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આ 4 ટીમોના કપ્તાન માટે માઠા સમાચાર આવશે, જાણો રોહિત શર્મા સાથે શું થશે?