આધાર કાર્ડના આ ફાયદા શું તમે જાણો છો?
HD ન્યુઝ ડેસ્કઃ તમારી પાસે આધાર કાર્ડ હશે જ, આપણા ઘરમાં કોઈ નાનું બાળક જન્મેને તરત આપડે આધાર કાર્ડ આપણે બનાવા આપીએ છીએ, આજકાલ દરેક સરકારી કામ માટે આધાર કાર્ડ ફરજીયાત થઈ ગયું છે. બેન્કમાં નવું ખાતુ ખોલાવવુ હોય કે પછી રેશન કાર્ડમાં નામ નોંધણી કરાવવી હોય આજે દરેક જગ્યાએ આધાર કાર્ડ ફરજીયાત થઈ ગયું છે. પરંતુ મોટા ભાગના લોકોને આધાર કાર્ડમાંથી બીજા શું છે એ નથી જાણતા હોતા. આજે આપણે એના વીશે જ વાત કરીશું
વચેટીયાઓમાંથી મુક્તિઃ આધાર કાર્ડ હોવાને કારણે સરકાર દ્વારા મળતો લાભ સીધો તેના લાભાર્થીઓને મળે છે. આધાર કાર્ડ વ્યક્તિનું પ્રમાણ પત્ર હોવાથી તેને સીધો લાભ મળે છે. આ રીતે આ પ્લેટફોર્મની મદદથી વચેટીયાઓમાંથી મુક્તિ મળે છે.
પરીવારોને સીધો લાભઃ ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા રહેવાસીઓને સરકારના ધ્યાને આવી શકતા નથી. આધાર કાર્ડ હોવાના કારણે આવા વંચીત પરીવારોને સીધો લાભ મળી શકે છે.
પ્રમાણીકરણ સેવાઓ : UIDAI એ એજન્સીઓ માટે ઓનલાઈન પ્રમાણીકરણ સેવાઓ પ્રદાન કરશે, સ્પષ્ટ જવાબદારી અને પારદર્શક લાભાર્થીઓ અને એજન્સીને એકસરખા અધિકારોની પહોંચ અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે.
અપ-ટૂ-ડેટ માહિતી: આધારનો ઉપયોગ કરીને, રહેવાસીઓ તેમના હક વિશે અપ-ટૂ-ડેટ માહિતી મેળવવા માટે સક્ષમ થઈ શકે છે , સેવાઓની માંગણી કરી શકે છે અને તેમની ફરિયાદોનું નિવારણ તેમના મોબાઈલ ફોન, કિઓસ્ક અથવા અન્ય માધ્યમોથી સીધું કરી શકે છે.