ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભામાં બંગડીઓ અને ચંપલની લડાઈઃ જાણો કયા રાજ્યમાં જોવા મળ્યાં આ શરમજનક દૃશ્યો

  • પક્ષપલટો કરનારાઓ પર BRSના નેતા ભડકી ગયા અને બંગડીઓ તેમજ સાડી પહેરવાનું કહી દીધું 

હૈદરાબાદ, 12 સપ્ટેમ્બર: તેલંગાણામાં પક્ષપલટો કરનારાઓ પર BRS એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિના એક નેતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે પાર્ટી બદલીને કોંગ્રેસમાં જનારાઓને બંગડીઓ અને સાડી પહેરવાની સલાહ પણ આપી દીધી. જેનાથી નારાજ કોંગ્રેસી નેતાએ કેમેરા સામે પોતાનું ચપ્પલ ઉતારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, BRS નેતાને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો રાજ્યમાં વિજય થયો હતો.

 

સમગ્ર બાબત શું છે?

BRS ધારાસભ્ય પી. કૌશિક રેડ્ડી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે સાડી અને બંગડીઓ દેખાડી. તેમણે પાર્ટીમાંથી કોંગ્રેસમાં જનારા નેતાઓને આ પહેરવા કહી દીધું. ધારાસભ્યોના નામ તેમણે લેતા કહ્યું કે, ‘તમે પુરુષ નથી, જેથી આ પહેરીને ફરો.’ રેડ્ડી પર ધારાસભ્યોને કુરિયર દ્વારા બંગડીઓ મોકલવાનો પણ આરોપ છે. કથિત રીતે રેડ્ડી પર ધારાસભ્યોને કુરિયર દ્વારા બંગડીઓ મોકલવાનો આરોપ પણ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ BRSના 10 ધારાસભ્યો કોંગ્રેસ તરફ વળ્યા હતા.

કોંગ્રેસ નેતાએ તાત્કાલિક માફી માંગવાની માંગ કરી

બુધવારે કોંગ્રેસ નેતા શોભા રાનીએ BRS ધારાસભ્યની આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે કેમેરાની સામે હાથમાં ચપ્પલ પકડીને તાત્કાલિક માફી માંગવાની માંગ કરી હતી. તેમણે રેડ્ડીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું. શોભા રાનીએ કહ્યું કે, મહિલાઓનું અપમાન કરનારા કૌશિક રેડ્ડી જેવા નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

શોભા રાનીએ એવી પણ ચેતવણી આપી કે, જો ધારાસભ્ય બિનશરતી માફી નહીં માંગે તો તેલંગાણાની મહિલાઓ આ મામલે તેમનો વિરોધ વધુ ઉગ્ર બનાવશે. તેમણે કહ્યું કે, ‘અમે મહિલાઓનું કોઈપણ પ્રકારનું અપમાન સહન નહીં કરીએ. જો તે માફી નહીં માંગે તો અમે ખાતરી આપીએ છીએ કે તેને કાયદાકીય અને રાજકીય બંને પરિણામોનો સામનો કરવો પડશે.

આ પણ જૂઓ: ‘રાહુલ ગાંધી તારી હાલત પણ તારી દાદી જેવી જ થશે’કોંગ્રેસે બીજેપી નેતાનો વીડિયો શેર કર્યો

Back to top button