ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતમાં ઘૂસણખોરી કરતાં બાંગ્લાદેશીઓએ BSF પર કર્યો હુમલો, એક દાણચોર ઠાર

Text To Speech

અગરતલા (ત્રિપુરા), 18 માર્ચ: ભારત અને બાંગ્લાદેશની સરહદ પર દાણચોરો સામે કાર્યવાહી ચાલુ છે. મળતી માહિતી મુજબ, રવિવારે ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો અને બાંગ્લાદેશી તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં એક કથિત બાંગ્લાદેશી દાણચોરનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, ઘટના દરમિયાન બીએસએફના એક જવાનને પણ માથામાં ગંભીર ઈજા પહોંચી છે.

કાર્યવાહી દરમિયાન એક દાણચોરનું મૃત્યુ

BSF અધિકારીએ આપેલી માહિતી મુજબ, 15 થી 20 લોકોનું એક ટોળું મગરોલીની સરહદ ચોકી પાસે શંકાસ્પદ વસ્તુઓ સાથે ભારતીય બાજુથી સરહદની વાડ તરફ આવતું જોવા મળ્યું હતું. આ લોકોને BSF દ્વારા રોકવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કે, ટોળાએ ચેતવણીની અવગણના કરી. બાંગ્લાદેશી નાગરિકોએ આક્રમક બનીને ફરજ પરના BSFના જવાનોને ઘેરી લીધા હતા. જ્યારે BSF સૈનિકો બાંગ્લાદેશીઓ દ્વારા ઘેરાયેલા હતા, ત્યારે જીવ બચાવવા BSFના એક જવાને ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે એક દાણચોરનું મૃત્યુ થયું હતું.

માર્યા ગયેલા તસ્કરની ઓળખ થઈ

BSF અધિકારીઓએ જણાવ્યું છે કે સરહદ પર માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ બાંગ્લાદેશના મૌલવી બજાર જિલ્લાના દસ્તકી ગામના સદ્દામ હુસૈન તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના દરમિયાન બીએસએફના એક જવાનને કપાળ પર ગંભીર ઈજા થઈ હતી. જવાનને પ્રાથમિક સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમની હાલત હાલ સ્થિર છે.

આ પણ વાંચો: મુંબઈ કસ્ટમ્સે દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો: સોનાના દાગીના, રોડિયમના સિક્કા અને આઈફોન જપ્ત

Back to top button