સારવાર માટે ભારત આવેલા બાંગ્લાદેશના સાંસદની કરાઈ હત્યા: ત્રણની ધરપકડ
કોલકાતા, 22 મે : ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા કરવામાં આવી હતી. અહેવાલ છે કે તે 11 મેના રોજ સારવાર માટે પશ્ચિમ બંગાળ આવ્યા હતા. આ પછી તે અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમનું છેલ્લું લોકેશન રાજરહાટ, કોલકાતામાં સંજીવા ગાર્ડન્સ હતું. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે. જોકે, બુધવારે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદ્દુજમાન ખાને જાહેરાત કરી હતી કે અઝીમની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ભારતમાં ગુમ થયેલા અવામી લીગના સાંસદ અજમી અંસારની કોલકાતાના એક ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે તેમના હત્યારા બાંગ્લાદેશી છે. તેઓએ કાવતરું ઘડીને સાંસદનો જીવ લીધો.
મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે 56 વર્ષીય સાંસદની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે તેમને મૃતદેહ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે મંત્રીએ કહ્યું કે તેમને હજુ સુધી આ વિશે માહિતી મળી નથી. અસદુજમાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ કેસમાં હત્યા પાછળના કારણોનો ખુલાસો કરશે. ભારતીય પોલીસ પણ આ મામલે માહિતી એકઠી કરી રહી છે.
આ પણ વાંચો :શું છે જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ વિવાદ, PM મોદીએ શું કહ્યું કે ઓડિશાથી લઈને તમિલનાડુ સુધી મચ્યો ખળભળાટ