ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

બાંગ્લાદેશી ઘૂસણખોરો આદિવાસી મહિલાઓ સાથે…જાણો ભાજપ સાંસદે શું કર્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 25 જુલાઈ, 2024: ભારતને ખાસ કરીને 1965થી બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા સતાવી રહી છે. ત્યારથી છ દાયકાથી એ સમસ્યાએ ભારતનું વસ્તી સંતુલન ખોરવી નાખ્યું છે એટલું જ નહીં પરંતુ રાજકીય સમીકરણો પણ બદલી નાખ્યાં છે. આ સંદર્ભમાં જ આજે, ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના ઝારખંડની ગોડ્ડા બેઠકના સાંસદ નિશિકાંત દુબેએ ​​સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે ગંભીર મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. તેમણે કહ્યું કે બંગાળ અને ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. તેઓ આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરે છે. એટલું જ નહીં તેમણે કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુર્શિદાબાદ, સંથાલ પરગણાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની અને NRC લાગુ કરવાની માંગ પણ કરી હતી.

નિશિકાંત દુબેએ લોકસભામાં કહ્યું, ‘બિહારથી અલગ થઈને જ્યારે ઝારખંડ નવું રાજ્ય બન્યું ત્યારે વર્ષ 2000માં સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી 36% હતી. આજે તેમની વસ્તી 26% છે. 10% આદિવાસી વસ્તી ક્યાં ગાયબ થઈ ગઈ? આ ગૃહ ક્યારેય તેમની ચિંતા કરતું નથી, તે વોટ બેંકની રાજનીતિમાં મસ્ત રહે છે. ઝારખંડની JMM અને કોંગ્રેસની સંયુક્ત રાજ્ય સરકાર આના પર કોઈ પગલાં લઈ રહી નથી. આપણાં રાજ્યોમાં બાંગ્લાદેશથી ઘૂસણખોરી વધી રહ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

જૂઓ અહીં વીડિયો, શું કહ્યું નિશિકાંત દૂબેએ?

ભાજપ સાંસદે ઝારખંડ હાઈકોર્ટની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પાકુરના તારાનગર-ઈલામી અને દગાપરામાં રમખાણો ફાટી નીકળ્યા કારણ કે માલદા અને મુર્શિદાબાદના લોકો અમારા લોકોને બહાર કાઢી રહ્યા હતા. આ ગંભીર બાબત છે. હું આ વાત રેકોર્ડ પર કહી રહ્યો છું, જો મારી વાત ખોટી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ઝારખંડ પોલીસ કંઈ કરી શકતી નથી…કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુર્શિદાબાદને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઈએ અને NRC લાગુ થવો જોઈએ. જો બીજું કંઈ નહીં, તો ત્યાં હાઉસ કમિટી મોકલો અને કાયદા પંચના 2010ના અહેવાલનો અમલ કરો કે ધર્મ પરિવર્તન અને લગ્ન માટે પરવાનગી જરૂરી છે” તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચોઃ 10 વર્ષમાં રેલવેમાં આટલા લાખ લોકોને મળી નોકરી, આંકડા જોઈ ચકરાઈ જશે તમારી આંખો

Back to top button