ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

બાંગ્લાદેશે ભારતને આપ્યો 257 રનનો લક્ષ્યાંક, ટીમ ઈન્ડિયા માટે જીતના ચોક્કાની તક

Text To Speech

IND VS BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની 17મી મેચએ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

બાંગ્લાદેશે ટોસ જીતીને પસંદ કરી હતી બેટિંગ

આ વર્લ્ડ કપની 17મી મેચમાં ટીમ ઈન્ડિયા સામે બાંગ્લાદેશે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 256 રન બનાવ્યા હતા. આ સાથે બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો છે.

તંજીદ હસન અને લિટન દાસની અડધી સદી

ભારત સામે બાંગ્લાદેશે પહેલા બેટિંગ દરમ્યાન તંજીદ હસને 43 બોલમાં 3 સિકસ અને 5 ચોક્કા વડે 51 રન અને લિટન દાસે 82 બોલમાં 7 ચોક્કાની મદદથી 66 રન બનાવ્યા હતા.

નઝમુલ હુસૈન શાંતો 8 રનબનાવીને આઉટ

બાંગ્લાદેશ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો ભારત સામે 8 રનબનાવીને આઉટ થઇ ગયા હતા.

મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની બે-બે વિકેટ

બાંગ્લાદેશ સામે ભારતના બોલર મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી

રવિન્દ્ર જાડેજાએ પકડ્યો શાનદાર કેચ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશના વિકેટકીપર મુશફિકુર રહીમનો જસપ્રિત બુમરાહના બોલિંગ દરમ્યાન શાનદાર કેચ કર્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

બાંગ્લાદેશની વિકેટ

1. 93-1 ( તંજીદ હસન, 14.4 )

2. 110-2 ( નઝમુલ હુસૈન શાંતો, 19.6 )

3. 129-3 ( મેહદી હસન મિરાજ, 24.1 )

4. 137-4 ( લિટન દાસ, 27.4 )

5. 179-5 ( તૌહીદ હૃદયોય, 37.2 )

6. 201-6 ( મુશફિકુર રહીમ , 42.3 )

7. 233-7 ( નસુમ અહેમદ, 46.5 )

8.248-8 (મહમુદુલ્લાહ , 49.2)

Back to top button