બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લેવા ભીડ એકઠી થઈ, પોલીસે લાઠીચાર્જ કર્યો, 5 ઘાયલ
બાંગ્લાદેશ, 23 ઓકટોબર : બાંગ્લાદેશમાં ફરી એકવાર પ્રદર્શનકારીઓ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિરોધીઓએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવન બંગભવનને ઘેરી લીધું અને પ્રમુખ મોહમ્મદ શાહબુદ્દીનના રાજીનામાની માંગણી શરૂ કરી. પ્રદર્શનકારીઓએ પ્રમુખના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા, ત્યારબાદ પોલીસે બેરિકેડ લગાવીને તેમને અટકાવ્યા.
#WATCH | Dhaka: Protesters in Bangladesh sieged Banga Bhaban, the presidential palace, demanding the resignation of President Mohammed Shahabuddin, late last night
The army blocked them with the barricade after the protesters took a stand outside Banga Bhaban and started… pic.twitter.com/kqGb7ppcsN
— ANI (@ANI) October 23, 2024
પોલીસની કડક કાર્યવાહી
જ્યારે દેખાવકારોએ બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસનું કહેવું છે કે દેખાવકારોએ પણ પથ્થરમારો કર્યો હતો અને બંગભવન પાસે ગુલિસ્તાન રોડને બ્લોક કરી દીધો હતો. બાંગ્લાદેશી મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસ કાર્યવાહીમાં પાંચ દેખાવકારો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ કારણે પ્રદર્શન શરૂ થયું
તાજેતરમાં બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું. પ્રમુખ શહાબુદ્દીને કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પ્રમુખના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. આ નિવેદન સામે ફરી એકવાર વિરોધ શરૂ થયો છે અને વિરોધીઓ પ્રમુખના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, છતાં કરી રહ્યા છે લોકો ખરીદીઃ ચાંદી થઈ લાખને પાર