ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું, ભારે હિંસા અને આગચંપી યથાવત

Text To Speech

નવી દિલ્હી, 5 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલી હિંસાએ શેખ હસીનાની ખુરશી છીનવી લીધી છે. ભારે હિંસા અને આગચંપી વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પછી તેઓ મિલિટરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થઈ ગયા હતા. સોમવારે બપોરે 2.30 કલાકે શેખ હસીનાને લઈને લશ્કરી હેલિકોપ્ટર બંગભવનથી રવાના થયું હતું. તે સમયે તેમની નાની બહેન શેખ રેહાના પણ તેમની સાથે હતા.

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન રાષ્ટ્રને સંબોધન કર્યું છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને, હજારો વિરોધીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ઇન્ટરસેક્શન પર એકઠા થયા છે અને આ પ્રદર્શનકારીઑ PMમાં ઘૂસી ગયા હતા. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

પ્રદર્શનકારીઓએ લોંગ માર્ચનું આયોજન કર્યું હતું

બાંગ્લાદેશની સ્થિતિ પણ એવી જ બની છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાન જેવા આંતરિક હિંસાથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ દ્વારા લોંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી.

વિરોધીઓ અને સરકાર સમર્થકો વચ્ચે અથડામણ

બાંગ્લાદેશમાં તાજેતરની હિંસા 5 ઓગસ્ટના રોજ થઈ હતી. વહેલી સવારે, પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના જુદા જુદા વિસ્તારોમાં એકઠા થયા અને શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શેરીઓમાં હિંસક પ્રદર્શન શરૂ કર્યું. આ દરમિયાન વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. વિરોધ એટલો હિંસક બન્યો કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષા દળોએ હિંસક ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓના પણ મૃત્યુ થયા હતા.

આ પણ જૂઓ: બાંગ્લાદેશના PM શેખ હસીનાએ હિંસા વચ્ચે ઢાકા છોડ્યું, હેલિકોપ્ટરમાં રવાના થયાઃ જૂઓ વીડિયો

Back to top button