T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

રોમાંચિત મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને આપી માત : છેલ્લી ઓવરમાં 3 રનથી મેળવી જીત

Text To Speech

T20 વર્લ્ડ કપ માં આજે બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને માત્ર 3 રનથી હરાવ્યું છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં ભારત-પાકિસ્તાન જેવો રોમાંચ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 8 વિકેટે 147 રન જ બનાવી શકી હતી. ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી.પરંતુ છેલ્લી ઓવરમાં 2 વિકેટ પડતા ઝિમ્બાબ્વે હારી ગયું હતું.

આ પણ વાંચો : આજે India vs South Africa: શું આ હશે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11?

BAN vs ZIM- Hum Dekhenge News (2)
BAN vs ZIM

છેલ્લી ઓવરનો રામાંચ

ઝિમ્બાબ્વેને જીત માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી.  ઓવરનાં બીજા બોલે અને પાંચમા બોલે વિકેટ પડ્યાં બાદ ઝિમ્બાબ્વેને છેલ્લા બોલે 5 રનની જરૂર હતી. પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને ઝિમ્બાબ્વેના બેટ્સમેનને વિકેટની આગળ કેચ કરીને આઉટ કર્યો હતો, બાંગ્લાદેશ ઉજવણી કરીને ડગઆઉટમાં પરત ફર્યું હતું. પરંતુ ત્રીજા અમ્પાયરે છેલ્લા બોલને નો બોલ ગણાવ્યો હતો. ઝિમ્બાબ્વેને જીતવા માટે બીજી તક મળી અને પરંતુ મોસડેકે છેલ્લો બોલ ડોટ નાખ્યો હતો અને કોઈ રન આપ્યો નહોતો. ઝિમ્બાબ્વેના બેટ્સમેન તે ફ્રી હિટનો લાભ લઈ શક્યા ન હતા અને ઝિમ્બાબ્વે હારી ગયું હતું.

BAN vs ZIM- Hum Dekhenge News (1)
BAN vs ZIM

સીન વિલિયમ્સની અડધી સદી એળે ગઈ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં સાત વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ આઠ વિકેટે 147 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી નજમુલ હુસેન શાંતોએ 71 રન બનાવી અડધી સદી ફટકારી હતી. જ્યારે અફીફ હુસૈને 29 રન અને શાકિબ અલ હસને 23 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી મુજરબાની અને નાગરવાને 2-2 વિકેટ મળી હતી. જ્યારે વિલિયમ્સ-એલેક્ઝાન્ડરને 1-1 વિકેટ મળી હતી.

લક્ષ્યનો પીછો કરતાં ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 71 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. જ્યારે બાંગ્લાદેશે તરફથી તસ્કીન અહેમદને 3 વિકેટ મળી હતી. મુસ્તાક અને મુસ્તાફિઝુર રહેમાને 2-2 વિકેટ લીધી હતી.

Back to top button