ટ્રેન્ડિંગવર્લ્ડ

બેંગકોકની હવામાં ‘ઝેર’ ! લોકો ઘરમાં રહેવા મજબૂર

Text To Speech

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના રહેવાસીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બેંગકોકની હવા એટલી હદે ઝેરીલી બની ગઈ છે કે, WHOની ચેતવણી બાદ સ્થાનિક પ્રશાસને બેંગકોક અને પાડોશી પ્રાંતના લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘર બહાર ન નીકળવા કહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ બેંગકોક અને તેના પડોશી પ્રાંતો માટે વધતા પ્રદૂષણને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું છે કે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં PM2.5નું સ્તર સામાન્ય કરતા 14 ગણું વધી ગયું છે. આ કારણે પ્રશાસને લોકોને સલાહ આપવી પડી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહે.

બેંગકોકની હવામાં પ્રદૂષણનું વધ્યું સ્તર

વિશ્વભરમાં સુંદર બીચ અને પર્યટન સ્થળો માટે પ્રખ્યાત બેંગકોકની હવામાં પ્રદૂષણનું ઝેર ભળી ગયું છે. એર ક્વોલિટી ટ્રેકિંગ પ્લેટફોર્મ IQAir અનુસાર, બેંગકોકની હવાની ગુણવત્તા હાલમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમે સૌથી ખરાબ છે. થાઈલેન્ડ પ્રદૂષણ નિયંત્રણ વિભાગે જણાવ્યું છે કે ખરાબ હવામાન, વાહનોના ધુમાડા અને ખેતરોમાં લાગેલી આગને કારણે ખતરનાક કોકટેલ બની છે. જેના કારણે અહીં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

વર્ક ફ્રોમ હોમ કરો

પ્રશાસનનું કહેવું છે કે અમે લોકોને વધુમાં વધુ કામ ઘરેથી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ જેથી વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકાય. શાળાઓને બહારની પ્રવૃત્તિઓ ન કરવાની સૂચના આપવામાં આવી છે કારણકે તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

આંખમાં બળતરા

વધતા પ્રદૂષણની અસર લોકો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. લોકો આંખોમાં બળતરાની ફરિયાદ કરે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. WHO કહેવા મુજબ PM2.5નું સરેરાશ વાર્ષિક રીડિંગ 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘનથી વધુ ન હોવું જોઈએ. પરંતુ બેંગકોકમાં આ સમયે તે 70.5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે

Back to top button