બેંગ્લોર કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને પાઠવ્યું સમન્સ
બેંગલુરુ: બેંગલુરુની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ સમિતિ (KPCC) વિરુદ્ધ માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે.
આઈપીસી કલમ 499 (બદનક્ષી) અને કલમ 500 (બદનક્ષી માટે સજા) હેઠળના કેસની નોંધ લેતા બેંગલુરુની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેની સુનાવણી માટે 27 જુલાઈ નક્કી કરી હતી.
ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો અને ધારાસભ્યોને સંડોવતા ફોજદારી કેસોની સુનાવણી માટે આ વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી છે.
કોર્ટે મંગળવારે આ કેસ સાથે જોડાયેલા લોકોને સમન્સ જારી કર્યા છે. 27મીએ કોર્ટ કેસ સાથે સંબંધિત લોકોનો પક્ષ સાંભળશે.
આ કેસ 9 મેના રોજ ભાજપના રાજ્ય એકમના સચિવ એસ કેશવપ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.
તેઓ દાવો કરે છે કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિની જાહેરાતોમાં કરવામાં આવેલા કથિત ખોટા દાવાઓને કારણે ભાજપની છબીને નુકસાન થયું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પાંચ મે 2023માં કેપીસીસીએ પ્રમુખ સમાચારોમાં એક વિજ્ઞાપન જારી કરાયું હતુ જેમાં દાવો કરવામાં આવ્યો હતો તે સમયની બીજેપી સરકાર કથિત રીતે 40 ટકા કરપ્શનમાં સામેલ છે અને પાછલા ચાર વર્ષમાં રાજ્યના ખજાનાથી 1.5 લાખ કરોડ રૂપિયાની લૂટ કરવામાં આવી છે.
બીજેપી નેતા એક કેશવપ્રસાદે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે દાવો બધી જ રીતે પાયાવિહોણું, પક્ષપાતપૂર્ણ અને અપમાનજનક છે.
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સજા થઈ ચૂકી છે
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જાહેરાતમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા, પૂર્વગ્રહયુક્ત અને બદનક્ષીભર્યા હતા. કોર્ટે જે રીતે આ મામલે સંજ્ઞાન લીધું છે તેનાથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. માનહાનિના કેસમાં ફસાયા બાદ તેઓ પોતાના સાંસદ પદ ગુમાવી ચૂક્યા છે.
ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમનું સાંસદ પદ ચાલ્યું ગયા હતા. જોકે, રાહુલે આ સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. પરંતુ આ મામલે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.
આ પણ વાંચો- તમે કેટલા કમાઓ છો? અમેરિકામાં રાહુલ ગાંધીના ટ્રક્ચાલકને પૂછેલા પ્રશ્ન પર મળ્યો ચોંકાવનારો જવાબ