ટ્રેન્ડિંગધર્મ

ગુરૂ ઉદય બાદ ફરી બેન્ડ, બાજા ઓર બારાતઃ ક્યાં સુધી ચાલશે લગ્ન સીઝન?

Text To Speech
  • મે અને જુનમાં થઇ કુલ 38 લગ્નના મુહુર્ત
  • 29 જુન પછી લગ્નના મુુહુર્તમાં બ્રેક
  • 23 નવેમ્બર બાદ ફરી ગુંજશે શહેનાઇઓ

ખરમાસ પુર્ણ થવા અને ગુરૂ ગ્રહના ઉદય થવાની સાથે દોઢ મહિના બાદ 1મેથી ફરી લગ્નના મુહુર્ત શરૂ થઇ ચુક્યા છે. આ વખતે મે અને જુન મહિનામાં મળીને કુલ 38 લગ્ન મુહુર્ત બચ્યા છે. ત્યારબાદ ફરી પાંચ મહિના બાદ 23 નવેમ્બર ગુરુવારના રોજ દેવઉઠી અગિયારસ બાદ લગ્ન ફરી શરૂ થશે. બનારસી પંચાંગ અનુસાર 23 નવેમ્બરથી આરંભ થઇને 16 ડિસેમ્બર સુધી કુલ 17 લગ્નો છે. ત્યારબાદ આગામી 15 જાન્યુઆરી 2024 બાદ લગ્નના મુહુર્તો શરૂ થશે.

ગુરૂ ઉદય બાદ ફરી બેન્ડ, બાજા ઓર બારાતઃ ક્યાં સુધી ચાલશે લગ્ન સીઝન? hum dekhenge news

લગ્નોમાં મુખ્ય ગ્રહોનુ શુભ સ્થાનમાં હોવુ જરૂરી

લગ્ન વિવાહ માટે શુભ મુહુર્ત હોવુ ખુબ જરૂરી છે. વૈવાહિક બંધનને પવિત્ર માનવામાં આવે છે, તેથી તેમાં શુભ મુહુર્તનું હોવુ જરૂરી છે. શાસ્ત્રોમાં લગ્નના શુભ યોગ માટે નવ ગ્રહમાં ગુરૂ, શુક્ર અને સુર્યનું શુભ હોવુ જરૂરી છે. રવિ-ગુરૂનો સંયોગ સિદ્ધિદાયક અને શુભ ફળદાયી હોય છે. આ તિથિઓ પર થતા લગ્નોને શુભ માનવામાં આવે છે.

29 જુનથી 23 નવેમ્બર સુધી શુભ કાર્યો નહીં થાય

આ વર્ષે 29 જુલાઇના રોજ અષાઢ સુદ દેવશયની એકાદશી હોવાથી વૈવાહિક અને માંગલિક શુભ કાર્ય પર પ્રતિબંધ મુકાયો છે. આ દિવસે ભગવાન વિષ્મુ શયન માટે ક્ષીરસાગરમાં ચાલ્યા જશે. તેમના શયન બાદ કોઇ પણ પ્રકારના શુભ કાર્યો થઇ શકતા નથી. ત્યારબાદ 23 નવેમ્બરે કાર્તિક સુદ દેવઉઠી એકાદશીએ ભગવાન નિંદ્રાવસ્થામાંથી જાગે છે, ત્યારબાદ માંગલિક કાર્યો શરૂ કરવામાં આવશે.

ગુરૂ ઉદય બાદ ફરી બેન્ડ, બાજા ઓર બારાતઃ ક્યાં સુધી ચાલશે લગ્ન સીઝન? hum dekhenge news

લગ્નોના શુભ મુહુર્ત

(મિથિલા પંચાંગ અનુસાર)

મેઃ 3, 7, 11, 12, 17, 21, 22, 26, 29, 31

જુનઃ 5, 7, 8, 9, 12, 14, 18,22, 23, 25, 28

(બનારસી પંચાંગ અનુસાર)

મેઃ 2, 3, 4, 5, 6, 7,8, 9, 10, 11, 15, 17, 21,22, 26, 27,30, 31

જુનઃ 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 17,22, 23, 25, 26,27, 28

આ પણ વાંચોઃ આ રાશિના લોકો સરળતાથી બોલી શકે છે જુઠઃ આ લોકો પકડાઇ જાય છે

Back to top button