ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ ઓવરફ્લો, ડેમનો એક દરવાજો ખોલાયો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમનું જળસ્તર 600 ફૂટ પહોંચ્યું હતું. જેને લઈને ડેમનો એક દરવાજાને અડધો ફૂટ જેટલો બપોરે 2:00 વાગ્યાની આસપાસ ખોલવામાં આવ્યો હતો. ત્યારે ડેમમાંથી હાલમાં 5000 ક્યૂસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમનું રુલ લેવલ 599.90 જાળવવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નદીનું પાણી રાણપુર થઈને ડીસા ,કાંકરેજ થઈ રાધનપુર સુધી પહોંચે છે. જ્યારે ડેમના પાણી છોડવાના નિર્ણયને લઈને ડીસા, કાંકરેજ અને રાધનપુર તાલુકાના નીચાણવાળા અને નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમમાં પાણી છોડતા પહેલા ડેમ ઉપર થઈ બે વખત એલર્ટ સાયરન વગાડવામાં આવ્યું હતું. ડેમમાં પાણી છોડવાને લઈને આજુ-બાજુથી ડેમના દ્રશ્યો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ટોળા ડેમના સ્થળે ઊમટ્યા હતા. જેથી ડેમ સાઈટ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડયો હતો. જ્યારે ડેમ પર તરવૈયાઓને પણ રાખવામાં આવ્યા હતા.

વર્ષ 2017 પછી ડેમ ફુલ થયો

આ પહેલા આજથી 5 વર્ષ પહેલા વર્ષ 2017માં ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ હવે વર્ષ 2022ના ઓગસ્ટ માસમાં ફરીથી દાંતીવાડા ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમ પર બુધવારે સવારથી જ લોકોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જોકે ડેમ ઓવરફ્લો થતાં લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

દાંતીવાડા ડેમ
5000 ક્યૂસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું

ડીસામાં રાત્રિથી જ વરસાદી ઝાપટાં

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયેલું હતું. ત્યારે મંગળવારની રાત્રીથી જ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેને લઇને અનેક વિસ્તારો જળબંબોળ થઈ ગયા હતા. ડીસા શહેરમાં પણ મંગળવારની રાત્રીથી હળવાથી ભારે વરસાદી ઝાપટાં દિવસભર ચાલુ રહ્યા હતા.

દાંતીવાડા ડેમ
ડેમનો દરવાજો ખુલતા જ લોકોએ ચીચિયારીઓ પાળી

ડેમનો દરવાજો ખુલતા જ લોકોએ ચીચિયારીઓ પાળી

દાંતીવાડા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવતા જ ડેમ પર એકઠી થયેલી લોકોની ભીડમાંથી ચિચિયારીઓ ઉઠી હતી. અને ડેમના દ્રશ્યને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવા કરતા જોવા મળ્યા હતા.

Back to top button