ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : G-20 અંતર્ગત યુથ 20નો કાર્યક્રમ,અંબાજીમાં યુવાઓ સાથે સંવાદ કરાયો

Text To Speech
  • સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્વારા યોજાયો કાર્યક્રમ યોજાયો

પાલનપુર : શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. મા જગતજનની અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. તો સાથે સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અનેકો ધાર્મિક અને રાજનૈતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે.


યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર રોડ ઉપર આવેલી પ્રજાપતિ સમાજની ધર્મશાળામાં G-20 સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા અને ભવાની સ્કૂલ ઓફ સિવિલ, અંબાજી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

20 સહભાગી ગ્રુપ ભારતનું મુખ્ય ફોક્સ G-20 સહિત વિશ્વના યુવા લીડરોને એક મંચ પ્રદાન કરે છે. જ્યાંથી તે તમારા વિચારોનું આદાન પ્રદાન કરી શકે તેવા તમામ યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.


જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. હિતેશ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા સંયોજક રોશન બ્રહ્મભટ્ટ, દાંતા તાલુકા પ્રમુખ અમરતજી ઠાકોર, મહામંત્રી દશરથસિંહ પરમાર, યુવા આગેવાન વિરેન્દ્રસિંહ બડગુર્જર તથા દીક્ષિત ચૌધરી, કાંતિ બુંબડીયા, ધવલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત G-20માં યુવાઓનો શું ફાળો હોઈ શકે તેનો વિસ્તૃતમાં યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠામાં રેતીના 250 લીઝ ધારકોની હડતાલ

Back to top button