બનાસકાંઠા: ડીસાના માલગઢમાં મામાજી મંદિરે યજ્ઞ યોજાયો


પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ પરમાર સોતુવાળા પરિવારના દેવતા મામાજી મહારાજના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે યજ્ઞ અને ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં દર વર્ષેની જેમ આ વર્ષે ચૈત્રી નવરાત્રી નિમિત્તે મામાજી મહારાજના મંદિરે યજ્ઞ યોજાયો હતો. જેમાં આ વર્ષે યજ્ઞના મુખ્ય યજમાન બાબુજી કસ્તુરજી પરમાર (માળી) એ લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
જેમાં પરમાર સોતુવાળા પરિવાર મોટી સંખ્યામાં મામાજી મહારાજના મંદિરે ઉપસ્થિત રહી દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો, અને રાત્રિના સમયે ભજન સંધ્યા યોજાઇ હતી, તેરસના દિવસે યજ્ઞ અને ભોજનમાં મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. માલગઢ ગામમાં આવેલ મામાજી મહારાજના મંદિરે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામાજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો :India Justice Report : 2022ના આંકડા જાહેર, પોલીસમાં માત્ર 11.75 ટકા મહિલાઓ !