બનાસકાંઠા: વિશ્વ સાયકલ દિવસ : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાઇ સાયકલ રેલી
પાલનપુર: વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો. આર. એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી અને રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વસાહતીઓમાં સાયકલ પ્રત્યે રૂચિ વધે અને વધુમા વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે અંગેની જાગૃતિ ફેલાય તે હેતુથી એક સાયકલ રેલીનુ આયોજન કરવામા આવ્યું હતું.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.આર.એમ.ચૌહાણે ઉપસ્થિત સર્વે અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થિઓને વિશ્વ સાયકલ દિવસની શુભેચ્છાઓ પાઠવી રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતું અને સાયકલ રેલીમા જોડાયા હતા. આ સાયકલ રેલીમા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.સી.એમ.મુરલિધરન, કુલસચિવ ડો. પી. ટી. પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર, નિયામક આઇ.ટી.સેલ ડો. પ્રતિક ચાવડા અને તમામ મહાવિદ્યાલય અને પોલીટેકનીકના આચાર્ય પણ રેલીમા જોડાઇને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
આ સાયક્લ રેલીમા યુનિવર્સીટી તમામ અધિકારીઓ, તમામ ફેકલ્ટીના ડીન, તમામ જિમખાના ચેરમેન, પ્રોગ્રામ ઓફીસરો, કર્મચારીઓ, વસાહતીઓ અને વિદ્યાર્થીઓ મળી કુલ-295 લોકો જોડાયા હતા. આ સાયકલ રેલીને સફળ બનાવવા માટે નિયામક, વિદ્યાર્થી કલ્યાણ અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવીને સમગ્ર રેલીનું આયોજન કર્યું હતુ.
આ પણ વાંચો :બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા 4 જેટલાં નમો વડ વન વિકસાવાયા