ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંબાજી ખાતે વર્કશોપ “ચૌપાલ” યોજાઈ

Text To Speech

પાલનપુર, 3 ડિસેમ્બર : ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી- ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સાપ્તી)અંબાજી તથા ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી(હસ્તકલા), હસ્તકલા સેવા કેંદ્ર, ભુજની કચેરી દ્વારા પથ્થરકળા સાથે સંકળાયેલા કારીગરો- ઉદ્યોગકારો તેમજ સાપ્તીના વિદ્યાર્થીઓ માટે પી.એમ. વિશ્વકર્મા, કૌશલ સન્માન યોજના, સહિતની કારીગરો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા અંગે વર્કશોપ “ચૌપાલ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં AGM નાબાર્ડ- બનાસકાંઠા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કાપડ મંત્રાલય-ભારત સરકાર હેઠળના હસ્તકલા સેવા કેન્દ્ર ભુજ-કચ્છ, સાપ્તી-અંબાજી વગેરેના અધિકારીઓએ માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આર્ટીઝનોના ધંધાકીય એક્મો માટે વિવિધ સાધનો- મશીનો ખરીદવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોની લોન અને સબસીડીવાળી તથા નિકાસની અન્ય યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી.

આ કાર્યક્રમમાં અંબાજી તથા આજુબાજુ શિલ્પકામ કરતા ૫૦ થી વધુ આર્ટીઝનોએ ભાગ લઇ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા જરુરી એવા આર્ટીઝન કાર્ડ કઢાવવા માટે અરજી પણ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો : ડીસામાં અપહરણ કરાયેલા બે બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા

Back to top button