ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બનાસ નદીમાં નવા નીર આવતા મહિલાઓએ નૃત્ય કરીને નીરના વધામણા કર્યા

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ છલકાઈ જતા નદી પટમાં પાણી છોડવામાં આવ્યું છે.ત્યારે અનેક જગ્યાએ નવા નીર ના વધામણાં કરવામાં આવતા હોય છે. જેમાં બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી ના નીર ને જૂનાડીસા પાસે પણ વધાવવામાં આવ્યા હતા.

આ લોકમાતાના નીર જ્યારે પોતાના વિસ્તારમાં આવે છે ત્યારે, વીડી(જુનાડિસા) ની મહિલાઓ પોતાના આનંદને અનેરી રીતે ગીતો ગાઇ,નૃત્ય કરી પોતાનો રાજીપો વ્યક્ત કરી વધામણા કરે છે. નવી પેઢીને પણ લોકમાતા ના નીર નું મહત્વ સહજ રીતે શીખવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ કરાયો

Back to top button