ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત

Text To Speech

બનાસકાંઠા 27 જૂન 2024 : ડીસા ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલા દંપતિને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું.

ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા અને વડાવલ મોમાઈ નગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુર થી કોઈ સંબંધીની દવાખાને ખબર કાઢી વડાવલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા.

જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું મોત નિભ્યું હતું. ભાવનાબેનના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાના પુલ પર બાઈક પર જતા દંપત્તિને જીપડાલાએ ટક્કર મારતા ગંભીર ઈજા

Back to top button