બનાસકાંઠા : જિલ્લામાં બીપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકોને વ્યાપક નુક્શાન
- દાડમ, આંબા, જામફળના ઝાડને ફરીથી પુનર્જીવિત કરવા અપાયું માગૅદશૅન
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાજોડાના કારણે બાગાયતી પાકો જેવા કે દાડમ, આંબા અને જામફળ જેવા બહુવર્ષાયું ફળપાકો અસરગ્રસ્ત થયા છે. જેને પગલે બાગાયત ખેડૂતોને તાત્કાલિક વળતર સહાય મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની સૂચના હેઠળ જિલ્લામાં જુદી જુદી બાગાયત અધિકારીઓની સર્વે ટિમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત હાલમાં બાગાયત ટીમ, ગ્રામસેવકો, ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે મળીને બાગાયત ખેતીના બગીચાઓમાં દાડમ, આંબા અને ખારેક જેવા ફળપાકોમાં નુકશાનીનો સર્વે કરી રહ્યા છે. તેમજ કુલપતિ સરદારકૃષિનગર એગ્રીકલ્ચર, દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા બંને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો અને બાગાયત સર્વે ટીમ સાથે મળીને ફળપાકો જેવા કે દાડમ, આંબા અને જામફળના ઝાડને ફરીથી કેવી રીતે પુનર્જીવિત કરી શકાય એ અંગેનું માર્ગદર્શન ખેડૂતોને ખેતરમાં સર્વે દરમિયાન આપી રહ્યા છે.
ડીસા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. વી. વી. પ્રજાપતિ તથા સર્વે ટીમ દ્વારા ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના ખેડૂત પરભુભાઈ ચૌધરીના ખેતરે રહેલ આંબાના બગીચામાં નુકસાનીનો સર્વે કરી આંબાના ઝાડને પુનર્જીવિત કેવી રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાના નિયંત્રણ માટે 35 હજાર ઘરમાં કરાયો સર્વે