ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : વરસાદથી ભીલડી માર્કેટ યાર્ડ માં પડેલી અનાજની બોરીઓ પલડતા વ્યાપક નુકસાન
બનાસકાંઠા 26 જૂન 2024 : ભીલડી પંથક માં વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા ભીલડી અનાજ માર્કેટ યાર્ડમાં પાણી ભરાઈ ગયું હતું. જેથી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ પલળી ગઈ હતી. પરીણામે વેપારીઓની વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
ભીલડી માર્કેટ યાર્ડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં અનાજ લઈને આવતા ખેડૂતોને પણ વ્યાપક મુશ્કેલીઓ નો દર વર્ષે સામનો કરવો પડે છે, ત્યારે આ વર્ષે પ્રથમ વરસાદમાં જ માર્કેટ યાર્ડ માં પાણી ભરાઈ જતા ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ પળડી જવા પામી છે. જેથી માર્કેટ યાર્ડમાં ભરાઈ જતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો