બનાસકાંઠા : ડીસામાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગની ખુલ્લી જગ્યા અને સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ
પાલનપુર: ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતો એલીવેટર ઓવરબ્રિજ બે વર્ષથી બન્યા બાદ બ્રિજની નીચેના બંને સાઈડના રોડ ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડેલા હતા. જેના ઉપર રીસરફેસિંગની કામગીરી બાકી રાખવામાં આવી હતી. જ્યારે ઓવરબ્રિજના બંને છેડા બાજુ વાહનોના પાર્કિંગ માટે જાળીઓ લગાવવામાં આવી હોવાથી વાહન પાર્કિંગ થઈ શકે તેમ ન હતા. પરંતુ ડીસાના નવ નિર્વાચીત ધારાસભ્ય પ્રવીણ માળીએ સૌથી પહેલા બંધ પડેલો બગીચો તેમજ આ એલિવેટેડ ઓવર બ્રિજ નીચે પાર્કિંગ વ્યવસ્થા થાય તે માટે અગ્રતાના ધોરણે કામગીરી હાથ ઉપર લીધી હતી. અને તેના માટે સંબંધિત તંત્ર સાથે મીટીંગ કરી અને કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જેને લઈને આ કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે.
ડીસામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ પાર્કિંગની તેમજ ગાયત્રી મંદિર જંકશન પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી. જોકે ડીસાના એક્ટિવ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ સમસ્યાનો કાયમી હલ લાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ટ્રાફિક પોલીસને સાથે રાખી બે દિવસ અગાઉ જ સ્થળ મુલાકાત કરી ઝડપથી કામ કરવા સૂચનાઓ આપી હતી.
જેનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. ઓવરબ્રિજના બંને છેડે નીચેના ભાગેની જગ્યાઓ પાર્કિંગ માટે જગ્યાઓ ખુલ્લી કરાશે. તેમજ સર્વિસ રોડ પહોળા કરાશે. અને જ્યાં જરૂર જણાશે ત્યાં સેફટી માટે લગાવેલી જાળીઓ પણ ખુલ્લી કરાશે જેથી આ સમસ્યાનો કાયમી અંત આવશે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના આસેડામાં બેંકનો લાંચિયા મેનેજર રૂ.10 હજાર ની લાંચ લેતા ફસાયો