બનાસકાંઠા : આભડછેટના મુદ્દાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરે તેને મત આપશું: મોહનભાઈ પરમાર


પાલનપુર : ડીસામાં વોટ ફોર સંવિધાન કાર્યક્રમ અંતર્ગત એકત્ર થયેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આભડછેટના મુદ્દાને સામેલ કરે તેને જ મત આપશો તેવો હૂંકાર કર્યો હતો.
ડીસામાં વોટ ફોર સંવિધાન અંતર્ગત કાર્યક્રમો યોજાયો
ડીસામાં નવસર્જન ટ્રસ્ટના નેજા હેઠળ વોટ ફોર સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના કાર્યકર મોહનભાઈ પરમારએ જણાવ્યું હતું કે ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનેક લોકોને આજે પણ અનેક જગ્યાએ આભડછેટનો સામનો કરવો પડી રહ્યો છે .

આથી જે રાજકીય પક્ષ પોતાના ચુંટણી ઢંઢેરામાં આભડછેટ મુકત કરવાના નક્કર કાર્યક્રમો જાહેર કરશે તેમજ અંદાજપત્રમાં નક્કર કાર્યક્રમો જાહેર કરશે તેને જ અનુ. જાતિ અને અનુ. જન જાતિ ના મત મળશે.
આ પણ વાંચો : સેવા : ડીસામાં ગાદલા સીવતી વૃદ્ધ મહિલાની મદદે આવ્યું હિન્દૂ યુવા સંગઠન, હાથના ઓપરેશનની કરાવી સારવાર
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરએ જે પુના કરાર કરેલો તેને 90 વર્ષ થતાં કાર્યક્રમ પૂના કરાર ના 90 વર્ષ નિમિત્તે 90 મીટર નાં બેનર સાથે 90 તાલુકાઓમાં 12 મુદ્દાના ઈવીએમ અને વીવી પેટ સાથેનાં આભડછેટ નાબૂદ કરવાના જાગૃતિ કાર્યક્રમ ચાલુ છે.સંસ્થા દરેક જગ્યાએ આ રીતે કાર્યક્રમ યોજી સંવિધાનને મજબૂત કરવાના પ્રયાસો કરે છે. ડીસામાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ પ્રદર્શન કાર્યક્રમમાં યુવાનો ભાઈઓ -બહેનો જોડાયા હતા.