બનાસકાંઠા: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાતા ટ્રાફિકજામ


પાલનપુર: પાલનપુરમાં રાત્રી દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા પાલનપુરના હનુમાન ટેકરી, બિહારી બાગ, મલાણાના પાટીયા સહિત આબુ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકના જામના દ્રશ્યો સામે આવ્યા હતા. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી ત્યાંથી પસાર થવા મજબુર બન્યા છે. પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાવાના મામલે પાલનપુર સીટી મામલતદાર અને પશ્ચિમ પોલીસનો સ્ટાફ પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યો છે. પાણી ભરાવાના કારણે નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી જામ થયેલા ટ્રાફિકને દૂર કરાવવામાં પોલીસ કામે લાગી હતી. પાલનપુર પાલિકા દ્વારા મશીન મૂકી અને પાણી નિકાલની વ્યવસ્થા શરૂ કરાઈ છે.
તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા વરસાદના કારણે પાલનપુરના હનુમાન ટેકરી બિહારી બાગ મલાણા પાટીયા સહિતના આબુ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સામે આવ્યા છે. આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હાઇવે પર પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી જે મામલે પાલનપુર સીટી મામલતદાર અને પશ્ચિમ પોલીસ સ્ટાફ પાણી નિકાલની વ્યવસ્થા કરવા લાગ્યો હતો. હાઈવે પર લાગેલી પાંચ કિલોમીટર સુધીની ટ્રાફિકને પોલીસે નિયંત્રણ કરવાની કામગીરી શરૂ કરી છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા મશીન મૂકી પાણીને નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુર મામલતદાર અને પોલીસ ઘટના પહોંચી અને તંત્રને પાણીનો નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જોકે સ્થાનિક લોકોની માંગ છે કે અવારનવાર સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જતા હોય છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જો સત્વરે પાણીનો નિકાલ કરવા માં જેથી કરીને અગામી ચોમાસામાં પાણી ન ભરાય ને વાહન ચાલકો ને તેમજ સ્થાનિકો ને મુશ્કેલીઓ ન વેઠવી પડે.
આ પણ વાંચો :