બનાસકાંઠા : પાલનપુરમાં પાણીના કુંડા અને ચકલી માળાનું કરાયું વિતરણ


પાલનપુર: ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડતી હોય છે. પાણીના અભાવે પક્ષીઓ તરફડતા હોય છે અને મોબાઈલના ટાવરો વધી જવાથી ચકલીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટવા લાગી છે. તેથી ચકલી ઘરની સ્થાપના કરવાથી ચકલીઓની સંખ્યામાં વધારો થાય છે. અને પક્ષીઓ માટે પરબ એટલે કે પાણીના કુંડા રાખવાથી ઠેર ઠેર અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહેતું હોય છે.
પ્રેરણા મિત્ર વર્તુળ, જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ, ભારતમાતા સેવા અને ઉત્સવ સમિતિ દ્વારા વિતરણ કરાયું
પાલનપુરની સહયોગી સંસ્થાઓના માધ્યમથી પક્ષીઓ માટે પાણીની પરબ એટલે કે કુંડા અને ચકલી માળા વિતરણનો સેવા કેમ્પ જી. ડી. મોદી કોલેજ પાસે યોજાયો હતો. જેમાં પાલનપુરના શહેરીજનોએ કુંડા અને ચકલી માળા કાર્યક્રમનો વિશેષ લાભ લીધો હતો. પ્રેરણા મિત્ર વર્તુળ પાલનપુરના સુરેશભાઈ જાની, અનિલભાઈ લીમ્બાચીયા, જીગ્નેશભાઈ, હરપાલસિંહ, કિરણભાઈ, ભાવેશભાઈ, સુનિલભાઈ, ભરતભાઇ, ધીરજભાઈ, વસંતભાઈ જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુરના કમલભાઈ આચાર્ય (કિલ્લોલ) કમલેશભાઈ ઠકકર,રાજુભાઈ, જયેશભાઈ સોની, હસમુખભાઈ ચૌહાણ, પુષ્પાબેન બાયડ, ઠાકોરદાસ ખત્રી, હ્યુમનિષ્ઠ યુદ્ધ ફોરમ ગ્રુપના ખુશ, હિમાની, હિમાંશી, રિતિક, શિવાંગી સર્વે મિત્રો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો :યોગી આદિત્યનાથની મંચ પરથી માફિયાઓને ચેતવણી, ઉત્તરપ્રદેશમાં આજે ક્યાંય…