ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ગાયો માટે પાણીના ટાંકા મુકવામાં આવ્યા

Text To Speech
  • પાલનપુરના જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ અને રોયલ જીવદયા સેવા ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિ

પાલનપુર : ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. મનુષ્ય તો પોતે કોઈ જગ્યાએ પાણી માંગીને પી લેતો હોય છે પરંતુ મૂંગા પશુ, પક્ષીઓ,ગાય માતા ને પાણી માટેની ખુબ જ તકલીફ ઉનાળાની કાળજાળ ગરમીમાં રહેતી હોય છે તેથી વિશ્વ ગાય માતા દિવસ નિમિત્તે પાલનપુરના વિવિધ વિસ્તારો જેમાં લક્ષ્મણ ટેકરી મંદિર રોડ, વિદ્યામંદિર સ્કૂલ પાસે, જહાંનારા બાગ પાસે એમ અલગ – અલગ વિવિધ વિસ્તારોમાં ગાય માતાના પાણી માટેના ટાંકા મુકવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ ગાય માટેના પાણીના ટાંકા વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવશે. આ કાર્યમાં ગ્રુપના હસમુખભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ તથા જયેશભાઈ સોની જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : બનાસ ડેરીએ સ્વીટક્રાંતિમાં કરેલા કામને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

Back to top button