બનાસકાંઠા : પાલનપુરના વોર્ડ નંબર ત્રણમાં પાણીનો કાકડાટ, મહિલાઓએ કરી કાઉન્સિલરને રજૂઆત
પાલનપુર; પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી નો કકળાટ વધી ગયો છે. જેને લઇને રહીશો દ્વારા પાલિકા સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પીવાનું પાણી ન આવતા અને વિસ્તારની મહિલાઓને રોજીંદી જરૂરિયાત અનુસાર પાણી ન મળતા પરિવારોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને મહિલાઓએ એકત્ર થઈ વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના કાઉન્સિલર આશાબેન રાવલને મળીને રજૂઆત કરી હતી. જે ત્રણ નંબર વોર્ડમાં જ્યાં પાણી પૂરતું આવતું નથી ત્યાં ટેન્કરથી પણ પાણી પૂરું પડી શકે તેમ નથી.
પાલનપુરના વોર્ડ નંબર ત્રણમાં પાણીનો કાકડાટ, મહિલાઓએ કરી કાઉન્સિલરને રજૂઆત#palanpur #WardNo #women #councillor #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/eza7sJs2oO
— Hum Dekhenge News (@humdekhengenews) June 6, 2023
એક તરફ આ વિસ્તારમાં પૂરતું પાણી મળતું નથી બીજી તરફ ઉનાળાનો સમય છે અને ભારે ગરમીના કારણે પાણીની જરૂરિયાત પણ વધુ રહે છે. છતાં જરૂરિયાત પૂરતું પણ પાણી ન મળતા વોર્ડ નંબર ત્રણમાં પાણીનો કકળાટ વધી ગયો છે. જેથી પાલિકાએ વહેલી તકે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવી જોઈએ તેવી રહીશોએ માંગ કરી છે.
આ પણ વાંચો :ફરી હવામાન વિભાગની આગાહી, ઘરેથી નીકળતા પહેલાં આ તારીખો જોઈ લેજો