ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠાનું વિભાજન કરાયું, હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશે

Text To Speech

ગાંધીનગર, 1 જાન્યુઆરી : રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં  બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવ નામનો નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેની હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કુલ 13 તાલુકાઓ આવેલા છે અને તેનું વડુમથક પાલનપુર છે. જેમાંથી હવે નવા જિલ્લો રચાતા 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે.

શા માટે નિર્ણય લેવાયો ?

રાજ્ય સરકાર દ્વારા આજે બનાસકાંઠામાંથી થરાદ-વાવ અલગ જિલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ નિર્ણય શા માટે લેવાયો છે? ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું.

આ પણ વાંચો :- સુરત : હજીરાની સ્ટીલ કંપનીમાં ભીષણ આગ, 5 કર્મચારીઓના મૃત્યુની આશંકા

Back to top button