બનાસકાંઠા: બ્રહ્માકુમારીઝ દ્વારા દેશભરમાં 8500 સેવા કેન્દ્ર ખાતે વૃક્ષ વંદન વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ


પાલનપુર: આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા વર્તમાન સમયે જ્યારે દેશમાં વાવાઝોડા બાદ અતિ વરસાદ જેવી પરિસ્થિતિ છે. ત્યારે અનેક વૃક્ષો પડી ગયેલ છે તથા નાશ પામેલ છે. તેવી સ્થિતિમાં વરસાદી વાતાવરણમાં 20 જુલાઇ થી 25 ઓગસ્ટ સુધી વૃક્ષ વંદન વૃક્ષા રોપાણ કાર્યક્રમોનો આબુ શાંતિવનથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આબુ આસપાસ 20,000 વૃક્ષ રોપણ કરાયું
આ પ્રસંગે આશીર્વચન આપતા બ્રહ્માકુમારીઝ ના સહ પ્રસાસિકા મુન્ની દીદી એ જણાવેલ કે, પ્રકૃતિને હરિયાળી અને સમૃદ્ધ રાખવી એ માનવનું કર્તવ્ય છે. જેથી દરેક ઋતુમાં તે માનવ જાતની રક્ષા કરતી રહે છે. પર્યાવરણની સિદ્ધિ માટે આ એક માસ વૃક્ષનું વંદન કરી વૃક્ષારોપણ કરવું સમયની અનિવાર્યતા છે. આ પ્રસંગે અનેક બ્રહ્માકુમાર ભાઈ-બહેનોએ આબુની આસપાસ શાંતિવન, માનસરોવર, આનંદ સરોવર, આબુરોડ મેઇન રોડ પર 20 હજાર વૃક્ષોનું રોપણ કર્યું હતું. જ્યારે દેશભરમાં 8500 સેવા કેન્દ્ર દ્વારા સંસ્થાના પૂર્વ વડા ડો. દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટ સુધી વૃક્ષ વંદન કાર્યક્રમો ચાલુ રહેશે.
આ પણ વાંચો : ડ્રીમ ગર્લ 2નું પોસ્ટર રિલીઝ, પૂજાનો ફર્સ્ટ લૂક જોઈ તમે થઈ જશો દીવાના