બનાસકાંઠા : ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળતા પાલનપુરમાં વિજયોત્સવ મનાવાયો


- છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે બહુમતી મેળવી
પાલનપુર : છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ ની બહુમતી આવતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જિલ્લા ભાજપ કાર્યાલય પાલનપુર ખાતે વિજયોત્સવ મનાવી આતશબાજી કરી મોઢા મીઠા કરી સહુ કાર્યકર્તાઓ સાથે આ વિજયોત્સવ મનાવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી કરી મોઢું મીઠું કર્યું હતું.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, જિલ્લા મહામંત્રી શ્રેયાંશભાઇ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ દલપતભાઈ બારોટ, મહામંત્રી અતુલભાઇ જોષી, મનોજભાઈ રાવલ, પ્રશાંતભાઇ ગોહીલ, શહેર યુવા પ્રમુખ જીગર માળી, અશ્ચિન પ્રજાપતી સહીતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં, સંચાલકોને કોર્ટનો 100 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ