બનાસકાંઠા: દિગ્ગજ કોંગ્રેસી નેતા ગોવાભાઇ દેસાઈએ કોંગ્રેસનો ‘હાથ’ છોડ્યો, આપ્યું પક્ષમાંથી રાજીનામું
પાલનપુર: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલત ના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. જોકે તેઓ ભાજપમાં જોડાવાના હોવાથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસની કથળતી હાલત થી વિસ્તારના લોકોના કામ થતા ન હોવાથી રાજીનામું આપ્યું
છેલ્લા 35 થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા દિગ્ગજ આગેવાન તેમજ બનાસકાંઠાના ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ , ખેતી બેંક સહિત વિવિધ સહકારી વિભાગો સાથે જોડાયેલા ગોવાભાઇ રબારીએ આજે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે.ગોવાભાઇ રબારી છેલ્લા કેટલાય દિવસોથી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી તેમજ હવે તેઓ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરી ચૂક્યા છે ત્યારે આજે તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનો રાજીનામાં પત્ર સુપ્રત કર્યો હતો.
રાજીનામા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે,”તેઓ છેલ્લા 35 થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તારના લોકોના કામ સંતોષ પૂર્વક રીતે થઈ શકતા નથી તેથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાં મારા વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપું છું.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાભાઇ રબારીએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાથી પોતાનું રાજીનામું આપ્યું છે તેમજ આગામી ટૂંક જ સમયમાં તેઓ ડીસા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં ભાજપનો કેસરિયો કેસ ધારણ કરશે.
આ પણ વાંચો :