ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વડાપ્રધાનના કાર્યક્રમને લઈ થરાદથી ડીસા તરફ અવર-જવર કરતા વાહનોને ડાયવર્ઝન અપાયું

Text To Speech

પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 31 ઓકટોબર ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે આવનાર છે. જેઓ ઝેડ પ્લસ અને એસ.પી.જી. સુરક્ષા કવચ ધરાવે છે. જેથી થરાદથી ડીસા તરફ અવર-જવર કરતા વાહનોને તા.30 અને તા.31 ઓકટોબર 22ના બંને દિવસો સહિત વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-330(1) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં આ રૂટ ઉપરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

કયાં થી ક્યાં સુધી ડાયવર્ઝન

1.ડીસા- લાખણી તરફથી થરાદ, વાવ, સુઇગામ રાધનપુર તરફ જતા વાહનોએ કરણાસર પાટીયા થઇ મોટી પાવડ થઇ નાની પાવડ થઇ નાગલા પાટીયા થઇ થરાદ થઇ સુઇગામ વાવ રાધનપુર તરફ જવાનુ રહેશે. તેજ પ્રમાણે રાધનપુર, વાવ,સુઇગામ તફરથી થરાદ થઇ ડીસા તરફ જતા વાહનોએ નાગલા પાટીયા થઇ નાની પાવડ થઇ મોટી પાવડ થઇ કરણાસર પાટીયા થઇ લાખણી તથા ડીસા તરફ જવાનુ રહેશે.

2.રાધનપુર, વાવ સુઇગામ તરફથી સાંચોર તરફ જતા વાહનો થરાદ ઢીમા ત્રણ રસ્તા થઇ શિવનગર ત્રણ રસ્તા થઇ માર્કેટયાર્ડના પાછળના રોડ થઇ થરાદ સાંચોર હાઇવે થઇ સાંચોર તફર જવાનુ રહેશે. તેજ પ્રમાણે સાંચોર થઇ થરાદ થઇ વાવ, સુઇગામ રાધનપુર તરફ જતા વાહનોએ માર્કેટયાર્ડના પાછળના રોડ થઇ શિવનગર ત્રણ રસ્તા થઇ થરાદ ઢીમા ત્રણ રસ્તા થઇ વાવ, સુઇગામ, રાધનપુર તરફ જવાનુ રહેશે.

3.ડીસા, લાખણી તરફથી સાંચોર તથા ધાનેરા તરફ જતા વાહનોએ કરણાસર પાટીયા થઇ પઠામડા થઇ જેટા થઇ ભોરડુ થઇ ધાનેરા તથા સાંચોર તરફ જવાનુ રહેશે. તેજ પ્રમાણે ધાનેરા તથા સાંચોર તરફથી ડીસા, લાખણી તરફ જતા વાહનોને પઠામડા થઇ કરણાસર પાટીયા થઇ લાખણી તથા ડીસા તરફ જવાનુ રહેશે.

આ પણ વાંચો : સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનીથી 100ના મોત

Back to top button