બનાસકાંઠા: વરુણ બરનવાલે બનાસકાંઠા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની બદલી રાજકોટ ખાતે થતા તેમના અનુગામી તરીકે રાજકોટ થી બદલી પામીને બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે આવેલા વરુણ બરનવાલ એ સોમવારે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરનો ચાર્જ સંભાળ્યો હતો.
પાલનપુર: વરુણ બરનવાલે બનાસકાંઠા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો#palanpur #palanpurupdates #VarunBaranwale #banaskantha #gujaratupdates #collector #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/ZTGexvFE6u
— Hum Dekhenge News (@humdekhengenews) April 3, 2023
વરૂણ બરનવાલ સવારે કલેકટર કચેરીએ આવી પહોંચતા જ અધિકારીઓએ તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું. તેઓએ નિખાલસ વાત કરતા જણાવ્યું હતું કે, ભગવાનની અસીમ કૃપા અને સમાજના સહકારથી આજે આ હોદ્દા ઉપર પહોંચ્યો છું.
સ્ટ્રગલ કરીને હોદ્દા પર પહોંચ્યાની નિખાલસ કરી વાત
તેઓએ સાયકલના ટાયર પંચર કરીને સ્ટ્રગલ કરી હોદ્દા પર પહોંચ્યાનું મોકળા મને જણાવ્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે, સ્કૂલની ફી ભરવાની વાત હોય, એન્જિનિયરિંગમાં એડમિશનની વાત હોય કે માર્ગદર્શન કરવાની વાત હોય, તો સમાજે મને મોટું યોગદાન આપ્યું છે. અલગ અલગ લોકોએ અને સમાજે મદદ ન કરી હોત તો હું આ હોદ્દા સુધી પહોંચી ન શક્યો હોત. જ્યારે જિલ્લાના વિકાસ અંગે તેમને જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરીને જિલ્લાના મહત્વના કયા પ્રશ્નો છે તે સમજી જાણીને આગળ વધીશું.