બનાસકાંઠા: વંદે ભારત ટ્રેનને મળ્યું પાલનપુરમાં સ્ટોપેજ
પાલનપુર: જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત ટ્રેન આગામી 9 જુલાઈ ’23 થી શરૂ થવા જઈ રહી છે. જેનો ટ્રાયલ રન પણ યોજાયો હતો. બુધવારે વંદે ભારત ટ્રેન પાલનપુર રેલ્વે સ્ટેશનથી પસાર થઈ હતી. આ રૂટ પર પ્રથમ વાર વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી છે. જેને પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
વંદે ભારત ટ્રેન પાલનપુર રેલ્વે સ્ટેશનથી પસાર થઈ#VandeBharatExpress #palanpur #ViralVideos #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/Q2idTtHQAL
— Hum Dekhenge News (@humdekhengenews) July 6, 2023
જોધપુર – અમદાવાદ (સાબરમતી) ટ્રેન સેવાનો થશે પ્રારંભ
જોધપુર – અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ગાડી નંબર 12461) મંગળવારના દિવસને છોડીને સપ્તાહમાં છ દિવસ આ રૂટ ઉપર ટ્રેન ઉપર દોડશે. આ ટ્રેનમાં સાત વાતાનુંકુલિત ચેર કાર અને એક વાતાનુકુલિત એક્ઝિક્યુટિવ ચેર કાર મળીને કુલ આઠ ડબ્બાની ટ્રેન છે. વંદે ભારત ટ્રેનને પાલનપુર ખાતે સ્ટોપેજ મળતા રાજસ્થાન તરફ જતા અને રાજસ્થાનથી અમદાવાદ આવતા મુસાફરોને એક નવી સુવિધા પ્રાપ્ત થશે. જેને લઈને જિલ્લાવાસીઓ અને મુસાફરોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો :કોંગ્રેસે કન્હૈયા કુમારને વિદ્યાર્થી પાંખ NSUIનો પ્રભારી બનાવ્યો