બનાસકાંઠા : પાલનપુર બસપોર્ટમાં ચા ની કેફેમાં તોડફોડ, રૂમાલ બાંધી આવેલા તત્વોએ આતંક મચાવ્યો
- હાથમાં તીક્ષ્ણ હથિયાર – ધોકા સાથે હુમલો કર્યો
- બે યુવકોને માર મારતાં ઈજા
- ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી
પાલનપુર : પાલનપુર નવા બસપોર્ટ પર આવેલ ચા ની કેફે પર કેટલાક શખ્સો તિક્ષ્ણ હથિયાર સાથે આવી કેફેમાં કામ કરતા બે યુવકોને મારમારી તોડફોડ કરતાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી.આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર નવા બસપોર્ટ ખાતે ચા ની કેફે આવેલી છે.જ્યાં કેટલાક શખ્સો તિક્ષ્ણ હથીયાર અને ધોકા સાથે આવી ચડ્યા હતા અને કેફેમાં કામ કરતા બે યુવકોને કોઇ અગમ્ય કારણોસર માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ કેફેમાં પણ તોડફોડ કરી હતી. જેના પગલે બસપોર્ટમાં આવેલા મુસાફરો ભય પ્રસરી ગયો હતો. તેમજ લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.જેથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ અને પૂર્વ પોલીસ મથકના પીઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા : પાલનપુર બસપોર્ટમાં ચા ની કેફેમાં તોડફોડ,રૂમાલ બાંધી આવેલા તત્વોએ આતંક મચાવ્યો#cafe #Palanpur #Palanpurupdate #Palanpurcity #Palanpurbusport #busport #news #NewsUpdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/vMewtYrkQG
— Hum Dekhenge News (@humdekhengenews) June 25, 2023
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પાલનપુર બસપોર્ટ પર કેટલાક શખ્સો ટોળા સાથે આવ્યા હતા. અને આતંક મચાવ્યો હતો. જેમાં ચાની કેફે પર કામ કરતા બે યુવકોને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
View this post on Instagram
શખ્સો મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા
પાલનપુર બસપોર્ટમાં આવેલ કેફે પર કેટલાક શખ્સો પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધી તિક્ષ્ણ હથીયાર સાથે બસપોર્ટમાં ઘૂસી કેફેમાં તોડફોડ કરી બે યુવકોને ઇજાઓ પહોંચાડી હતી.
સવારે માથાકૂટ કરી, બપોરે ટોળાની તોડફોડ
પાલનપુર બસપોર્ટમાં આવેલ ચા ની કેફે પર સવારે કેટલાક શખ્સો આવી માથાકૂટ કરી હતી.જેથી કેફેનો સંચાલક ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ બેફામ બની કેફેમાં તોડફોડ કરી હતી. જે કેફેના ફર્નિચર ઉપર આડેધડ ધોકાઓ ફટકાર્યા હતા. અને ફર્નિચર નો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધોળે દિવસે અસામાજીક તત્વો એ કરેલા હુમલાથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભય નો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સથી દર્દીઓની થશે સંભાળ