ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વડગામની પરિણીતા અને તેના પ્રેમીને કોર્ટે હત્યાના ગુનામાં ફટકારી આજીવન કેદની સજા

Text To Speech
  • પ્રેમી સાથે મળી પતિને બેઝબોલના ફટકા મારી યમસદન પહોંચાડી દીધો હતો
  • પાલનપુરના ત્રીજા એડિશનલ જજની કોર્ટનો ચુકાદો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વડગામમાં રહેતી એક પરિણીતાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ પતિનું બેઝ બોલના ફટકા મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ પાલનપુરના ત્રીજા એડિશનલ સેશન જજની કોર્ટમાં ચાલી જતા પરણીતા અને તેના પ્રેમીને પતિના હત્યાના ગુનામાં તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે.

ગુનામાં ફટકારી આજીવન કેદની સજા

લગ્ન બાદ પ્રેમમાં પડેલી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાનો કિસ્સામાં કોર્ટે પરિણીતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફરમાવી દાખલારૂપ જજમેન્ટ આપ્યું છે. અંદાજે ત્રણેક વર્ષ અગાઉ બનેલી આ ઘટના અંગેના કેસની વિગત એવી છે કે, વડગામમાં રહેતા સુરેશભાઈ પાનાભાઈ પરમાર ના લગ્ન જશોદાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પરમાર દંપત્તિને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ હતા.

કાંટો કાઢી નાખવાનું કાવતરું રચ્યું

આ સમય દરમિયાન જશોદાબેનને નરેશ કાંતિલાલ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી જશોદાબેનને પતિ સુરેશ હવે અડચણરૂપ લાગી રહ્યો હતો. જેથી જશોદાબેન અને તેના પ્રેમી નરેશે આડખીલી રૂપ લાગતા સુરેશનો કાંટો કાઢી નાખવાનું કાવતરું રચ્યું હતું. જેમાં એક દિવસ નરેશ પરમાર અને જશોદા બહેને પતિ સુરેશને ફોન કરીને “ડોશીમાને દવાખાને લઈ જવા છે” તેમ કઈ રીક્ષા લઈને બોલાવ્યો હતો.

કોર્ટ-humdekhengenews

અને મહેમદપુર નજીક અગાઉથી કરેલા પ્લાન મુજબ નરેશ પરમાર ત્યાં હાજર હતો. દરમિયાન સુરેશ પરમાર ત્યાં રિક્ષા લઈને પહોંચતા જ તેના માથે અને મોઢાના ભાગે બેઝબોલના ફટકા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતક સુરેશ પરમારના ભાઈ દિનેશભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : આસામમાં ઝડપાયું 9.477 કિલોનું હેરોઈન : દેશમાં ઝડપાયો અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઈનનો જથ્થો 

આ અંગેનો સેશન્સ કેસ નંબર 108/2019 થી પાલનપુરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કરની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ દીપક પુરોહિતે રજુ કરેલા દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ, સાંયોગિક પુરાવાઓ ની તમામ કડીઓ દ્વારા હત્યા કરાઈ હોવાનું પુરવાર કર્યું હતું. તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પણ રજૂ કરીને દલીલો કરી હતી. આ દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજે હત્યાના આરોપી નરેશ કાંતિલાલ પરમાર તેમજ મૃતક સુરેશની પત્ની જશોદા પરમાર ને ઇન્ડિયન પીનલ કોડની કલમ 302, 34 ના ગુનામાં તકસીરવાન ઠરાવ્યા હતા. અને બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી.

Back to top button