બનાસકાંઠાઃ ધાનેરામાં ઉપાશ્રય વિવાદ, 14 સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઊતર્યાં
- મુંબઈના જૈન અગ્રણીએ આ અંગે ઉઠાવ્યો પ્રશ્ન
- સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું? હાર્દિક હુંડિયા
ધાનેરા, 25 મે, 2024: ધાનેરાના જૈન સમુદાયમાં વિવાદ ઊભો થયો છે. મળતા અહેવાલ મુજબ, બનાસકાંઠાના ધાનેરાનગરમાં ઉપાશ્રય અને મંદિર બંને બનવાનાં હતાં, શિલાન્યાસ પણ થઈ ગયો હતો અને અચાનક ભક્તોમાં બે ભાગ થતાં બહુ મોટો વિવાદ ધાનેરાના જૈન સમાજમાં સર્જાયો છે.
આ સંદર્ભમાં મુંબઈથી જૈન સમાજના અગ્રણી હાર્દિક હૂંડિયાએ જણાવ્યું હતું કે આ વિવાદ જૈન સમાજ માટે બહુ કલકિંત ઘટના કહેવાય જેમાં ઉપાશ્રય મંદિર બંને બને તે માટે ૧૪ – ૧૪ સાધ્વીજી મહારાજોને ઉપવાસ પર ઉતરવું પડે. એમાં એક સાધ્વીજી મહારાજ તો ૮૫ વર્ષનાં જે આ ઉપવાસમાં જોડાયાં છે અને આ કેટલા દુઃખની વાત છે. મુંબઈના આ જૈન અગ્રણીએ એક સવાલ એ પણ કર્યો કે જે ઉપાશ્રય તોડવામાં આવ્યું તે હજી પણ ૪૦ થી ૫૦ વર્ષ સુધી ચાલે તેમ હતું તો પછી તોડ્યું જ કેમ ? જ્યારે ઉપાશ્રય તોડ્યું ત્યારે બધાએ સાથે મળીને ઉપાશ્રય અને મંદિર બંને બનાવવાની વાત કરી હતી તો હવે અચાનક ઉપાશ્રય? અરે ઉપાશ્રય તો મજબૂત હતું તો તોડ્યું કેમ? આનો જવાબ કોણ આપશે? આ નુકસાન સંઘનું કે ઉપાશ્રય તોડાવનારનું ગણાય? તેમ હાર્દિક હૂંડિયાએ કહ્યું હતું.
View this post on Instagram
વિવાદને પગલે હવે પ્રશ્નો એ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે, ત્યાં ટ્રસ્ટી મંડળ જો બરાબર કામ કરતું હતું તો અમુક બીજા લોકો ટ્રસ્ટ બનાવી જૂના ટ્રસ્ટી મંડળને વિશ્વાસમાં લીધા વગર કેમ નવું ટ્રસ્ટ બનાવવું પડ્યું? પરમાત્માના ભક્તો હતા તો ધર્મમાં ગંદી રાજનીતિ કેમ કરી? સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે જે ભક્તો મંદિર અને ઉપાશ્રય બન્ને બનાવવા રાજી હતા તો આજે એ ભક્તોમાં બે ભાગ કેમ થઈ ગયા?
સુરતથી હિતેશ શાહ નામના ધાનેરાના વતનીએ સવાલ કર્યો કે આજે મંદિર અને ઉપાશ્રય બંને બને તે માટે પ્રસિધ્ધ જૈનાચાર્ય શ્રી અભય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબના સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતર્યાં હતાં અને હવે વારાફરતી પૂણ્યશાળીઓ ઉપવાસ પર ઉતરી રહ્યા છે. મંદિરની જગ્યાએ જે માત્ર ઉપાશ્રય બની રહ્યું છે તો તે કયા જૈન મહારાજ સાહેબની નિશ્રામાં બને છે? આનો કોઇ જવાબ હજી મળ્યો નથી. આજે કરોડો રૂપિયા મંદિર અને ઉપાશ્રય પાછળ ખર્ચનારા સાધુ અને શ્રાવકો ખુલાસો કરે કે જ્યાં મંદિર અને ઉપાશ્રયની જરૂર નથી તો ત્યાં કરોડો રૂપિયા ખર્ચ કરવાનું કારણ શું? હાર્દિક હુંડિયાએ સમસ્ત જૈન સમાજને બે હાથ જોડી વિનંતિ કરી છે કે કદાચ તમને જો જૈન સંઘમાં કામ કરવાની તક મળી છે તો પ્રભુની આજ્ઞા વિરોધી કામ કરીને પાપના ભાગીદાર ન બનતા અને એવા કોઈ કામ ન કરતા કે સંઘના ભરોસે દિક્ષા લેનારી આપણી સંઘની દીકરીઓ એ ઉપવાસ પર ઊતરવું પડે.
આ પણ વાંચોઃ ખેડૂતના પુત્રે દેશનું ગૌરવ વધાર્યું: સંરક્ષણ એકેડમીનો રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ જીત્યો