ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરમાં કારના કાચ તોડી ₹4 લાખ ભરેલી બેગ લઈ અજાણ્યા શખ્સો ફરાર

Text To Speech
  • રૂપપુરા ગામના ખેડૂત કારમાં નાણાં ભરેલ થેલો મૂકી કામ અર્થે ગયા હતા
  • ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે

પાલનપુર : પાલનપુર શહેરના નવા બસપોર્ટ ખાતે કારનો કાચ તોડી અજાણ્યા શખ્સો કારમાં પડેલ ₹4 લાખ ભરેલો થેલો ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જેની જાણ ખેડૂતને થતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે રહેતા અને ખેડૂત આગેવાન મેઘરાજભાઈ પટેલ ગુરુવારે બેંકમાંથી રૂપિયા ચાર લાખ ઉપાડી બેગમાં મૂકી ઘર તરફ જઈ રહ્યા હતા.તે સમય દરમિયાન પાલનપુર બસપોર્ટ ખાતે પોતાની કાર ઉભી રાખી કારમાં નાણા ભરેલ બેગ રાખી કામ અર્થે ગયા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સએ કારનો કાચ તોડી અંદર પડેલ રૂપિયા ચાર લાખ ભરેલ રોકડની બેગની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ત્યારબાદ કામ પતાવી ખેડૂત મેઘરાજભાઈ આવતા જોયું તો તેમની કારનો કાચ તૂટેલો હતો. અને કારમાં પડેલ ₹4 લાખ ભરેલ બેગની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઈ ગયો હતો.જેથી આજુબાજુ તપાસ કરતા કોઇ પત્તો ન લાગતા ખેડૂતે આ અંગેની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી હતી.આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા દોડી આવેલા ડીવાયએસપી,પી.આઈ સહિતના પોલીસ કાફલાએ મેઘરાજભાઈ ને સાથે રાખી સમગ્ર ઘટના બાબતે જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે ધોળા દિવસે ભરચક વિસ્તારમાંથી કારનો કાચ તોડી રું 4 લાખ ભરેલી બેગ ચોરી કરી થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.આ અંગે પોલીસે મેઘરાજભાઇની ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો હંગામો

Back to top button