ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા-પાલનપુર હાઇવે પર મોડી રાત્રે ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવકના મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રવિવારે મોડી રાત્રે 10:00 વાગ્યાના સુમારે ઓવરબ્રિજના છેડે ઊભેલી એક ટ્રક પાછળ બાઇક ઘુસી ગયું હતું. જેમાં ગંભીર રીતે ધવાયેલા બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

ટ્રક પાછળ રીફલેકટર કે આડાશ રાખવામાં નહોતી આવી

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે ઓવરબ્રિજના છેડા ઉપર ટ્રક નંબર ટી. એન. 52 એચ 4806 ઉભી હતી. ત્યારે વરસાદ પણ ચાલુ હતો. આ સમયે રાત્રિના 10:00 વાગ્યા હતા. આ દરમિયાન પુલ ઉતરી રહેલા નાની આખોલ ગામના બાઈક ચાલક અને પાછળ બેઠેલા અન્ય એક જ ઇસમનું આ બાઈક ધડાકા સાથે ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. જેથી ટ્રકના પાછળના ભાગે ઘુસેલા બાઈક અને તેની પાછળ બેઠેલી યુવકને માથાના વાગે થઈ હતી..જેમાં ડીસાના નાની આખોલ ગામના 30 વર્ષના સુરેશ સિંગ અરજણસિંગ પરમાર અને 19 વર્ષના વિજયસિંહ ચંદુસિંહ પરમાર બંનેના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

આ ઘટનાના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોરી આવ્યા હતા અંગે વિજયસિંહ પરમારના પરિવારને પણ ઘટના અંગે જાણ કરવામાં આવતા તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે એમ્બ્યુલન્સ ને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી બાદમાં બંને આશાસ્પદ યુકોની લાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનાના પગલે ગામમાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : અરવલી: મોડાસામાં યોજાયો “બાળકોમાં અધ્યયનશીલતા દ્વારા મૂલ્યનિષ્ઠા” સેમિનાર

Back to top button