ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રકો અકસ્માત બાદ સળગી, ચાલક જીવતો ભૂંજાયો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા ના ટ્રાફિકથી ધમધમતા ડીસા-પાલનપુર હાઇવે પર ચંડીસર પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બંને ટ્રકો ધડાકાભેર અથડાઈ હતી. પરિણામે બંને ટ્રકો માં એકાએક આગ ફાટી નીકળી હતી, અને આગની જ્વાળાઓ ભિષણ બની ગઈ હતી. આ આગની ઘટનામાં એક ટ્રકનો ચાલક જીવતો ભૂંજાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

હાઈવે પર મોડી રાત્રે બનેલી ઘટના

જ્યારે બીજી ટ્રકના ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે. બંને ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટના અંગે પાલનપુર ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર નો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ટ્રકોમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગમાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી, અને બન્ને ટ્રક જાણે હાડપિંજરમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના પગલે પાલનપુર અને ડીસા બંને તરફનો વાહન વ્યવહાર થોડા કલાકો માટે ઠપ થઈ ગયો હતો. પરિણામે વાહનોની કતાર લાગી ગઈ હતી.

આ પણ વાંચો : લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરાતા બુધેલ ગામમાં દિવાળી જેવો માહોલ, જુઓ આ સેલેબ્રેશન વીડિયો… 

Back to top button