બનાસકાંઠા: ડીસામાં ઝડપાયેલા બે શખ્સોએ વધુ પાંચ ચોરીની કરી કબૂલાત
પાલનપુર: ડીસામાં વાડી રોડ પર આવેલી પાંચ દુકાનોમાંથી ચોરી કરનાર ઝડપાયેલા બે શખ્સોની તપાસ દરમિયાન વધુ પાંચ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે ચોરી ના હદવિસ્તારમાં આવતા પોલીસ મથકે જાણ કરી મુદ્દામાલની રિકવરી કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે મુદ્દામાલની રિકવરી કરવા તજવીજ હાથ ધરી
ડીસા શહેર ઉત્તર પોલીસે બે દિવસ અગાઉ ચોરી ના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોની અટકાયત કરી હતી જેમાં વાડી રોડ પર આવેલી પાંચ દુકાનોમાં થી એક અઠવાડિયા અગાઉ રાત્રિના સમયે બે પાર્લર, એક ટેલર સહિત ચાર દુકાનોના શટર તોડી વિપુલ લુહાર અને એક કિશોર વયનો યુવક સહિત બે શખ્સો માલ સામાન અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. ઘટનાને પગલે પોલીસે આ બંને યુવકોને સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ ના આધારે ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા.
આ અંગે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા એ જણાવ્યું હતું કે ઝડપાયેલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરતા તેમણે વધુ પાંચ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા ના ગઢ ગામે, પાલનપુર પૂર્વ, ધાનેરા સહિત પાંચ જગ્યાએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલા મુદ્દામાલ રિકવરી કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: કોના બાપની દિવાળી, ડીસા પોસ્ટ ઓફીસમાં એક પણ કર્મચારી હાજર નહિ,લાઈટો, પંખા ધમધોકાર ચાલુ