ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ઉંબરી નજીક બે સમાજ વચ્ચે જૂથ અથડામણમાં બેના મોતની આશંકા


- ગંભીર ઈજાગ્રસ્તને સારવાર માટે પાટણ ખસેડાયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના શિહોરી નજીક આવેલા ઉબરી અને અરડુવાડા માર્ગ ઉપર આજે (મંગળવારે) જૂથ અથડામણ થવા પામી હતી. આ જૂથ અથડામણમાં બે સમાજના લોકો આમને- સામને આવી ગયા હતા. અને બોલાચાલી બાદ બબાલ વધી જતા મારામારી થવા પામી હતી. જેમાં બંને સમાજના 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ જૂથ અથડામણ ગૌચરની જમીનના મુદ્દાને લઈને થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ પ્રાથમિક સારવાર માટે શિહોરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બંને સમાજ વચ્ચે થયેલા ધીંગાણામાં બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે કાંકરેજ મામલતદાર, ટીડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.