બનાસકાંઠા: ડીસામાં નવી રીક્ષાની ઉઠાંતરી કરનાર બે શખ્સોની ધરપરકડ


પાલનપુર: ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી એક માસ અગાઉ નવી ઓટો રીક્ષા ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે એક કિશોર સહિત બે શખ્સોની રીક્ષા સાથે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નંબર પ્લેટ લગાવે તે પહેલા જ રીક્ષાની ચોરી કરતા હતા
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં પોલીસે અગાઉ પણ બાઈક ચોર ગેંગને ઝડપી હતી. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ડીસામાં ઓટો રીક્ષા ચોરવાના બનાવો વધ્યા હતા. જેમાં ડીસાના વાડી રોડ પર આવેલા નેહરુનગર ટેકરામાં રામાપીરના મંદિર પાસેથી ગત તારીખ 27 મેના રોજ નવી ઓટો રીક્ષા ચોરાઈ હતી. જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પીઆઇ વી.એમ. ચૌધરીની સૂચનાથી વ્હીકલ સ્કવોર્ડના માણસો સતર્ક બન્યા હતા અને વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવાની તપાસમાં હતા.
તે અંતર્ગત નહેરુનગર ટેકરાથી ચોરાયેલ સીએનજી ઓટો રીક્ષા મળી આવતા પોલીસે રિક્ષા ચોરી કરનાર શૈલેષ ઉર્ફે વજેસિંહ ભાખરજી પરમાર (દરબાર) રહેવાસી મારવાડી મોચીવાસ તથા એક કિશોરની અટકાયત કરી હતી. બંનેએ રીક્ષા ચોરી કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :શેન વોર્નના મૃત્યુ માટે કોરોનાની વેક્સિન જવાબદાર!