

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 5,વડોદરા શહેરમાં 9 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 188 પર પહોચ્યો છે. આ પૈકી 3 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 185 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,776 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.