બનાસકાંઠા: ડીસાના ભોયણમાંથી ચોરેલા બાઈક સાથે બે શખ્સોની ધરપકડ
પાલનપુર, 31 ઓગસ્ટ 2024 બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા એલસીબી પીઆઈ વી.જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઇ એસ. બી. રાજગોર, પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ, કાનસિંહ, મુકેશકુમાર વગેરે આજરોજ ડીસા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીગમાં હતા.તે દરમ્યાન ડીસા શહેરના રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઇસમો પોતાના કબ્જામાં રહેલ બાઈક (નં. GJ 01 UX 4397) ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ સસ્તા ભાવે વેચવા ફરે છે અને ગાયત્રી મંદિર તરફથી આખોલ ચોકડી તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે સજાવટ ફર્નીસિંગ શોરૂમ આગળ વોચ ગોઠવી હતી.
ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો
તે દરમ્યાન બાઈક આવતા પ્રકાશભાઈ બળદેવભાઈ લુહાર (રહેવાસી ટેકરા, હાલ ભોયણ તાલુકો. ડીસા) અને અજયભાઈ અશોકભાઈ લુહાર (રહેવાસી ધાનેરા) ને બાઈકના માલિકી પણા બાબતના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. પછી તેમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેમણે તેમના કબ્જામાં રહેલ બાઈક એક દિવસ અગાઉ ભોયણ ગામની સીમમાં આવેલ આશાપુરા સોસાયટી ભાગ-૧ માંથી ચોરેલ હોવાનુ કબુલેલ.જેથી બાઈક અંદાજે કિંમત રૂ.૪૦,૦૦૦/-ની ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-106 (1) મુજબ કબ્જે કરી બન્ને વિરુદ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-35 (1) ઇ મુજબ ગુનો નોંધી ડીસા શહેર ઉત્તર પોલિસ મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ એલસીબી પોલીસે બાઈક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો.
આ પણ વાંચોઃદાંતીવાડાના વાઘરોલ પાસે સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત: દંપતીને ગંભીર ઈજા