ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરમાં બ્રાહ્મણવાસના બે ભયજનક જર્જરીત મકાન અને જોખમી પતરા ઉતરાવી લેવા રજૂઆત

Text To Speech

પાલનપુર: ગઠામણ દરવાજા અંદર બ્રાહમણવાસમાં એક 70 થી 80 વર્ષ જુનું અને બીજું 55 વર્ષથી વધુ જુનું જર્જરીત મકાન છે. વર્ષ 2021 અને 2022ના ચોમાસા દરમ્યાન તેમજ વર્ષ 2023માં કમોસમી વરસાદમાં આ બંને મકાનનો ઘણો જર્જરીત ભાગ પડી ગયેલ છે. વર્ષ 2021 અને 2022 માં નગરપાલિકા દ્વારા આ જર્જરીત મકાનનો કાટમાળ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી, 2023 અને 28 મે 2023 ના રોજ પડેલા 2 ઇંચ કમોસમી વરસાદમાં ફરીથી જર્જરીત મકાનની દિવાલો પડી ગઈ છે અને લોખંડના પતરા લટકતા ઉભા છે.

બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલા કાર્યવાહી માંગ

જર્જરીત મકાનો-humdekhengenews

દરમિયાન તાજેતરમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે આ જર્જરીત મકાનો અને જોખમી પતરા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઉતરાવી લેવામાં આવે તેવી લેખિત રજૂઆત સ્થાનિક રહીશ મિનેશ જાની દ્વારા ક્લેક્ટર સહિતના અધિકારીઓને કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા આ જર્જરીત મકાનોના માલિકોને નોટીસ આપેલ છે તેમજ મામલતદાર કચેરી અને નગરપાલિકાના ટી પી. શાખાના સ્ટાફ દ્વારા મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમનો મોબાઈલ નો રિપ્લાય આવે છે.

હાલમાં તંત્રની આગાહી મુજબ તોફાની બિપરજોય વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકી શકે છે અને સરકારી તંત્ર કોઈને જાન-માલ કે આર્થિક, શારીરિક નુકશાન ના થાય એ માટે પગલા લેવા માટે સજ્જ છે ત્યારે બ્રાહમણવાસમાં રહેતા 70 થી 80 માણસોને સંભવિત વાવાઝોડાના લીધે લોખંડના કાટ ખાઈ ગયેલ પતરા ગમે તેમ ઉડીને આર્થિક શારીરિક નુકશાન કરી શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા સલામતીના કારણોસર આ ભયજનક જર્જરીત મકાનોની દિવાલ અને જોખમી પતરા ઉતારી લેવામાં આવે તે જરૂરી છે. જો આ ભયજનક મકાનોના પતરા ઉડવાથી કે દિવાલ પડવાથી અરજદાર કે શેરી મહોલ્લામાં કોઈપણ વ્યક્તિને આર્થિક નુકશાન થશે તો આ અંગે સરકારી તંત્ર જવાબદાર રહેશે તેવું પણ રજૂઆતમાં જણાવેલ છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: કલેક્ટરે દાંતીવાડા, સીપુ ડેમ અને ધાનેરાના નીચાણવાળા વિસ્તારોનું કર્યું નિરીક્ષણ

Back to top button