બનાસકાંઠા: ડીસા ધાનેરા હાઇવે પર ટ્રીપલ અકસ્માત


પાલનપુર: ડીસા ધાનેરા નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. સદનસીને મોટી જાનહાનિ ટળી હતી પરંતુ અકસ્માતમાં લક્ઝરી બસ સહિત ત્રણેય ગાડીના માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સદનસીબે જાનહાની ટળી પરંતુ વાહનોને મોટું નુકસાન
ડીસા- ધાનેરા હાઇવે પર આવે ટેટોડા ગામ પાસે આજે(બુધવારે) ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. ધાનેરા થી ડીસા તરફ આવી રહેલી એક લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી અને લક્ઝરી બસ ચાલકે ઈકો ગાડી અને કારને અડફેટે લઈ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણેય ગાડીઓ રોડની સાઈડમાં આવેલ ચોકડીઓમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માત ને પગલે આજુબાજુમાંથી પસાર થતા વાહનચાલકો અને લોકો ના ટોળા ઘસી આવ્યા હતા. સદનસીને મોટી જાનહાની ટળી હતી.જ્યારે અકસ્માતના કારણે ત્રણેય વાહનોના માલિકોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :બોલિવૂડ : આ અભિનેત્રીઓએ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પતિને છોડ્યા, લાખો ફેંસનો આજે પણ છે ક્રશ