બનાસકાંઠા : ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક, ટ્રક ચાલકે થરાદથી ભરેલું રૂ. 46 લાખના જીરુંનું બારોબારિયું કરી નાખ્યું


પાલનપુર: મુંબઈ ખાતે મસાલા એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ તેમના ઓફિસના કર્મચારી દ્વારા થરાદ માર્કેટ યાર્ડ માંથી રૂ. 46 લાખ ઉપરાંતનો 364 બોરી જીરું નો જથ્થો ટ્રકમાં રવાના કર્યો હતો.
વેપારીએ બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
પરંતુ કચ્છના ગાંધીધામ પાસેના માધાપર ના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે જીરૂનું બારોબારીયું કરી નાખ્યું હતું. આ અંગે વેપારીએ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.મૂળ ભાવનગર જિલ્લાના અને હાલ મુંબઈ ખાતે રહીને વિદેશમાં મસાલા એક્સપોર્ટ નું કામ કરતા વેપારી વિરેન શાહ ગુજરાતના અલગ -અલગ માર્કેટયાર્ડ માંથી મસાલા ખરીદીને એક્સપોર્ટનો વ્યવસાય કરે છે.
થરાદથી ખરીદેલો જીરાનો 364 બોરી જથ્થો મુન્દ્રા ના ઉતર્યો
જેમાં વેપારી વિરેન શાહના મહેતાએ થરાદ માર્કેટયાર્ડ ખાતેથી અલગ અલગ પેઢીઓ માંથી હરાજી દ્વારા રૂપિયા 46,47,323 ની કિંમત નો 364 બોરી જીરાના જથ્થાની ખરીદી કરી હતી. અને જે ટ્રક નંબરGJ 12 AU 5992માં ભરાવી હતી. આ જીરું ભરેલી આ ટ્રકને મુન્દ્રા ખાતે આવેલી એમ. લલ્લુભાઈ એન્ડ કંપનીમાં ખાલી કરવાનું હતું. પરંતુ જીરું ભરેલી આ ટ્રક મુન્દ્રા ખાતે પહોંચી ન હતી.
આ અંગે વેપારીએ તપાસ કરતા જય સીયારામ ટ્રાન્સપોર્ટ ના માલિક સુરેશભાઈ બી. રબારી મળ્યા ન હતા. અને ભુજ માધાપુર ગામના ટ્રક ડ્રાઇવર ભુરાભાઈ રણછોડભાઈ ઢીલા પણ ફોન ઉપાડતા ન હતા. આ દરમિયાન વેપારીને તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટ્રક ડ્રાઇવરે અગાઉ પણ અનાજ ભરીને છેતરપિંડી કરેલી છે. આમ ટ્રાન્સપોર્ટના માલિક અને ટ્રક ડ્રાઇવર બંને જણાએ એકબીજાની મદદ કરીને જીરું ભરેલી ટ્રકનું બારોબારિયું કરી નાખ્યું હોવાનું જણાતા વેપારી વિરેન શાહે થરાદ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:બનાસકાંઠા: ભીલડીના દરેક સમાજોએ વ્યસન અને કુરિવાજો છોડવાના સંકલ્પ કર્યા