ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસામાં સી.આર.સી ઓને વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી
- સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સક્ષમ શાળા પ્રોજેક્ટની તાલીમ યોજાઇ
બનાસકાંઠા 12 જૂન 2024: બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા ગાંધીનગરની સૂચના અનુસાર સર્વ શિક્ષા અભિયાન બનાસકાંઠા દ્વારા જિલ્લાના સાત તાલુકાના સી.આર.સી. કો-ઓર્ડીનેટરની સક્ષમ શાળા અંગે બે દિવસીય તાલીમ બીઆરસી ભવન, ડીસા અને ચિ.હં.દોશી પ્રાથમિક શાળા ડીસા ખાતે યોજવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ના ૭ તાલુકાના ૧૦૮ સીઆરસી કો-ઓર્ડીનેટર નો ૧૦ અને ૧૧ જુલાઇ ના રોજ એક તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા, સલામતી, સ્થાયીકરણ જેવા જુદાજુદા વિષય ઉપર બાળકો માટે પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન વગેરે વિષયો ઉપર તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ વિડીયો તેમજ કેસ સ્ટડી સાથે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ડીસા નગર પાલિકાની ફાયર સેફટી ટીમ મારફત ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.તાલીમમાં ટીઆરપી તેમજ તજજ્ઞો દ્વારા બે દિવસ તાલીમ આપવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વિનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર રાજેશભાઇ પ્રજાપતિ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.